જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં નાની બચતના વ્યાજદર યથાવત રહેશે

નવા વર્ષ 2026 ની શરૂૂઆતમાં જ સામાન્ય જનતા અને મધ્યમ વર્ગના રોકાણકારો માટે રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે જાન્યુઆરીથી માર્ચ…

નવા વર્ષ 2026 ની શરૂૂઆતમાં જ સામાન્ય જનતા અને મધ્યમ વર્ગના રોકાણકારો માટે રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે જાન્યુઆરીથી માર્ચ 2026 ના ત્રિમાસિક ગાળા માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બજારમાં વ્યાજ દરો ઘટવાની શક્યતાઓ સેવાઈ રહી હતી, પરંતુ નાણા મંત્રાલયે PPF, NSC અને સુક્ધયા સમૃદ્ધિ યોજના જેવી લોકપ્રિય સ્કીમ્સ પર જૂના દરો જાળવી રાખીને રોકાણકારોને મોટી રાહત આપી છે.

નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા 31 ડિસેમ્બર, 2025 ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ, નાણાકીય વર્ષ 2025-26 ના અંતિમ ક્વાર્ટર એટલે કે 1 જાન્યુઆરી, 2026 થી 31 માર્ચ, 2026 સુધી વ્યાજ દરો સ્થિર રાખવાનો નિર્ણય લેવાયો છે. આનો સીધો અર્થ એ છે કે અગાઉના ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર 2025) માં જે વ્યાજ દર મળતા હતા, તે જ દરો આગામી ત્રણ મહિના સુધી લાગુ રહેશે.
લાખો પગારદાર અને મધ્યમ વર્ગના લોકો માટે આ એક મોટો ફાયદો છે કારણ કે તેમની જમા પૂંજી પર મળતું વળતર ઘટશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *