કોફી વિથ કરણ-9માં આલિયા ભટ્ટ સાથે જોવા મળશે બહેન શાહિન

કરણ જોહરના લોકપ્રિય સેલિબ્રિટી ચેટ શો કોફી વિથ કરણની 9મી સીઝનમાં આલિયા ભટ્ટ ફરી એકવાર કોફી કાઉચ પર પરત ફરવાની છે. જોકે આ વખતે આલિયા…

કરણ જોહરના લોકપ્રિય સેલિબ્રિટી ચેટ શો કોફી વિથ કરણની 9મી સીઝનમાં આલિયા ભટ્ટ ફરી એકવાર કોફી કાઉચ પર પરત ફરવાની છે. જોકે આ વખતે આલિયા એકલી નહીં હોય. આ અંગેના અહેવાલો અનુસાર, તે પોતાની બહેન શાહીન ભટ્ટ સાથે શોમાં જોવા મળશે. બંને બહેનો એક અઠવાડિયાની અંદર આ એપિસોડનું શૂટિંગ કરે તેવી શક્યતા છે. આલિયા અગાઉ પણ કોફી વિથ કરણમાં અનેક વખત જોવા મળી ચૂકી છે, પરંતુ શાહીન આ શોમાં પહેલી વખત જોવા મળશે.

શાહીન અત્યાર સુધી આવા સેલિબ્રિટી ચેટ શોમાં બહુ ભાગ્યે જ જોવા મળી છે. આલિયા અને શાહીન વચ્ચે ખૂબ જ સહજ અને ગાઢ સંબંધ છે અને બંને વચ્ચેનું આ બોન્ડિંગ એપિસોડનું મુખ્ય આકર્ષણ બની શકે છે. બંને બહેનો સાથે મોટા થયાંના અનુભવો, તેમના સંબંધ અને કારકિર્દીની અલગ-અલગ સફર વિશે વાત કરે તેવી શક્યતા છે.

આલિયા અને શાહીનનો સંબંધ માત્ર પારિવારિક પુરતો મર્યાદિત નથી. બંને પ્રોફેશનલ સ્તરે પણ સાથે જોડાયેલા છે અને પ્રોડ્યુસર તરીકે સાથે કામ કરે છે. શાહીન લેખન અને સર્જનાત્મક ક્ષેત્ર સાથે પણ જોડાયેલી રહી છે.આલિયા માટે આ એપિસોડ કોફી વિથ કરણ સાથેના તેના લાંબા સંબંધમાં વધુ એક ઉમેરો હશે, જ્યારે શાહીન પહેલીવાર કરણ જોહરના પ્રશ્નોના જવાબ આપતી હોટ સીટ પર જોવા મળશે. બંને બહેનોની સાથેની આ હાજરીમાં તેમની વ્યક્તિગત બોન્ડિંગ અને એકબીજા સાથેની સહજ વાતચીતને કેન્દ્રમાં રાખવામાં આવે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *