ભગવતીપરામાં છોકરા બાબતે ઝઘડો થતાં યુવાન ઉપર બહેન-બનેવીનો ધોકાથી હુમલો

શહેરના ભગવતીપરા વિસ્તારમાં છોકરા બાબતે ઝઘડો થતા યુવાનને પાડોશમાં રહેતા સગા બહેન-બનેવીએ ધોકા વડે માર મારતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.…

શહેરના ભગવતીપરા વિસ્તારમાં છોકરા બાબતે ઝઘડો થતા યુવાનને પાડોશમાં રહેતા સગા બહેન-બનેવીએ ધોકા વડે માર મારતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરામાં આશાબાપીર રોડ પર રહેતો મેહબુબ ગુલાબભાઇ કાતીયા (ઉવ.30) નામનો યુવાન ગઇકાલે સાંજે ઘર પાસે હતો ત્યારે પાડોશમાં રહેતા તેના બહેન નગમાંબેન અને બનેવી દિલાવરે ઝઘડો કરી ધોકા વડે મારમારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બિડિવિઝન પોલસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં છોકરા બાબતે ઝઘડો થતાં હૂમલો કર્યુનું જાણવા મળ્યુ છે.

જયારે બીજા બનાવમાં નવાગામમાં રંગીલા વિસ્તારમાં સોમનાથ સોસાયટીમાં રહેતો નિતીશ કુમાર ધુલીયારામ (ઉ.વ.24) નામનો યુવાન આજે સવારે ઘર નજીક હતો ત્યારે અજાણયા બે શખ્સોએ કોઇ કારણસર ઝઘડો કરી ઢીકા પાટુનો મારમારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *