સિંગર કુમાર સાનુનો દીકરો કોરોના પોઝિટિવ

  પ્રખ્યાત ગાયક કુમાર સાનુના પુત્ર અને બિગ બોસના પૂર્વ સ્પર્ધક જાન કુમાર સાનુનો COVID-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાના ચાહકોને…

 

પ્રખ્યાત ગાયક કુમાર સાનુના પુત્ર અને બિગ બોસના પૂર્વ સ્પર્ધક જાન કુમાર સાનુનો COVID-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાના ચાહકોને આ અંગે જાણકારી આપી હતી. હાલ તેઓ હોસ્પિટલમાં દાખલ છે અને ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.

જાન કુમાર સાનુએ હોસ્પિટલમાંથી શેર કરેલા વીડિયોમાં પોતાના અંદાજમાં હળવા હાસ્ય સાથે સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું. વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું કે, “ચીનથી આવેલા મારા મિત્ર COVIDને સલામ. આજે હું કોકિલાબેન દ્વારા ડિઝાઇન કરાયેલ ખાસ પોશાકમાં છું અને COVIDને કારણે હોસ્પિટલમાં દાખલ થયો છું.” તેમના આ અંદાજને જોઈને કેટલાક ચાહકો હસ્યા, તો ઘણા લોકોએ તેમના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *