ચાંદીમાં 11000 અને સોનામાં 2000નો વધારો

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરીફ ગેરકાયદેસર ગણાવતા સોનુ 5100 ડોલર પર પહોંચ્યું ગઈકાલે રાત્રે અમેરિકાની સુપ્રીમ કોર્ટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે લગાવેલા વિશ્ર્વના દેશો ઉપરના…

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરીફ ગેરકાયદેસર ગણાવતા સોનુ 5100 ડોલર પર પહોંચ્યું

ગઈકાલે રાત્રે અમેરિકાની સુપ્રીમ કોર્ટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે લગાવેલા વિશ્ર્વના દેશો ઉપરના ટેરીફ ગેરકાયદેસર હોવાનો નિર્ણય આપતાં સોના-ચાંદી માર્કેટમાં પણ રાત્રે અફડાતફડી મચી ગઈ હતી. એક બાજુથી અમેરિકા અને ઈરાન વચ્ચે યુધ્ધની સંભાવના અને ગઈકાલે ટેરિફ રદ કરવાની જાહેરાત બાદ સોના-ચાંદી માર્કેટમાં મોટી મુવમેન્ટ જોવા મળી હતી. ગઈકાલે ચાંદીમાં 11000 અને સોનામાં 2500 રૂપિયાનો વધારો નોંધાયો હતો.

ગુરૂવારે રાત્રે ચાંદી 241245ના ભાવ સાથે બંધ થઈ હતી. પરંતુ શુક્રવારે શરૂઆત મજબૂતી સાથે થઈ હતી અને દિવસ દરમ્યાન રૂા.11000 ચાંદીમાં વધ્યા હતાં. શુક્રવારે રાત્રે ભારતીય વાયદા બજારમાં ચાંદી 10649 રૂા. વધીને 252052 પર બંધ આવી હતી. રાજકોટની બજારમાં પણ ચાંદી ચોરસાનો ભાવ 258600 અને ચાંદી 999નો ભાવ રૂા.265000 પર પહોંચ્યો છે. બીજી તરફ સોનામાં ભાવમાં રૂા.2000 વધતા સોનાનો ભાવ વાયદા બજારમાં રૂા.156993 પર પહોંચ્યો છે જેને પગલે રાજકોટમાં હાજર ભાવ 162070 પર પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 5107 ડોલર અને ચાંદી 85 ડોલર સુધી પહોંચી ગઈ છે. સોમવારથી માર્કેટમાં હજુ ભાવ વધે તેવી શકયતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *