10 દિવસમાં ચાંદીમાં 20000 રૂા.ની તેજી સોનું પણ રૂા.6000 વધતા તેજીના એંધાણ

ડોલરની સામે રૂપિયો આજે વધુ 40 પૈસા સુધરતા અને ક્રુડનો ભાવ 100 ડોલરની નીચે પટકાતા સોના-ચાંદીમાં ફરી તેજી અમેરિકા ઇરાન યુધ્ધ હવે સમાપ્ત થવાના આરે…

ડોલરની સામે રૂપિયો આજે વધુ 40 પૈસા સુધરતા અને ક્રુડનો ભાવ 100 ડોલરની નીચે પટકાતા સોના-ચાંદીમાં ફરી તેજી

અમેરિકા ઇરાન યુધ્ધ હવે સમાપ્ત થવાના આરે છે અને તેને કારણે ક્રુડ ઓઇલના ભાવમાં મોટા ગાબડા પડતા ફરી કિંમતી ધાતુના ભાવમાં વધારો જોા મળી રહ્યો છે. રાજકોટમાં આજે વાયદા બજારના ભાવ મુજબ ચાંદીમાં રૂા.7000નો વધારો નોંધાયો છે. જયારે સોનામાં પણ 1800નો વધારો નોંધાતા બન્ને ધાતુમાં ફરી ઉપર તરફનું મોમેન્ટસ જોવા મળી રહ્યું છે. બ્રેન્ટ ક્રુડનો ભાવ આજે 100 ડોલરની નીચે પહોંચી ગયો છે.

છેલ્લા એક સપ્તાહથી ઇરાન- અમેરિકાનું કોકડુ ઉકેલાય તે માટેના પ્રયત્નો બને દેશો વતી થઇ રહ્યા છે. ત્યારે તેની ઇમ્પેકટ હવે સોના-ચાંદીમાં જોવા મળી રહી છે. છેલ્લા 10 દિવસમાં જ ચાંદીમાં 20000 અને સોનામાં 6 હજારનો વધારો નોંધાયો છે. એપ્રિલ 12 ના રોજ વાયદા બજારમાં ચાંદીનો ભાવ 236000 જોવા મળ્યો હતો અને આજે વાયદા બજારમાં ચાંદીનો ભાવ 260000ના ભાવ ક્રોસ કરેલો જોવા મળ્યો હતો. આજે પણ ચાંદીમાં રૂા.7000નો વધારો નોંધાયો હતો. ગઇકાલે ચાંદી 253265 પર બંધ આવ્યા બાદ આજે 260000ને પાર થતી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદી 80 ડોલરની નજીક પહોંચી છે.

ચાંદીની સાથે સાથે સોનામાં પણ તેજી જોવા મળી રહી છે. છેલ્લા 15 દિવસમાં સોનામાં 6000નો વધારો નોંધાયો છે. ગઇકાલે 2500 રૂપિયા વધ્યા બાદ આજે પણ રૂા.1800નો વધારો નોંધાયો છે. આજે વાયદા બજારમાં સોનાનો 153865 નો ઉચ્ચતમ ભાવ જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ 4735 ડોલર સુધી પહોંચ્યો છે.

રાજકોટમાં જીએસટી સાથે સોનાનો ભાવ 156100 અને ચાંદીનો ભાવ 264100 સુધી પહોંચ્યો છે. દરમિયાન આજે રૂપિયો વધુ 40 પૈસા મજબુત થતા ડોલરનો ભાવ 94.20 પર જોવા મળ્યો છે. જયારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડનો ભાવ ઘટીને 100 ડોલરની નીચે પહોંચી ગયો છે. હજુ એક સપ્તાહ પહેલા ક્રુડનો ભાવ 125 ડોલર સુધી પહોંચી ગયો હતો. એટલે છેલ્લા 10 દિવસમાં ક્રુડનો ભાવ 25 ટકા નીચે આવી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *