આજે સોના-ચાંદીના ભાવ ઉંચકાયા હતા. વિશ્વ બજાર વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂૂપિયા સામે ડોલરના ભાવ ઉંચકાતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધ્યાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.
વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના 407 ડોલરથી વધીને 4068 ડોલર સુધી પહોંચી જતા સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. સોનામાં આજે 1500 રૂૂપિયાનો વધારો થયો છે. વાયદા બજારમાં સોનાનો ભાવ વધીને 1,43,100 જોવા મળ્યો હતો. જ્યારે રાજકોટની હાજર બજારમાં સોનાનો ભાવ 1,47,750 જોવા મળ્યો હતો.
ચાંદીના ભાવમાં પણ 5000 રૂૂપિયા ન વધારો નોંધાતા ચાંદીમાં નવી ચમક આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી નો ભાવ સાંસદ ડોલરને પાર થઈ જતા આજે ભારતની માર્કેટમાં પણ ચાંદીમાં 5000 રૂૂપિયા નો વધારો નોંધાયો છે વાયદા બજારમાં ચાંદીનો ભાવ 2,23 હજાર ને પાર થઈ ગયો છે જ્યારે રાજકોટની હાજર બજારમાં ચાંદીનો ભાવ 2,32,600 જોવા મળી રહ્યા છે.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળ્યા પછી ફરી ઘટયાના સમાચાર હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના 88.10 ડોલરથી વધી ઉંચામાં ભાવ 91.42 ડોલર થયા પછી નીચામાં ભાવ 86.12 ડોલર રહ્યા હતા.
અમેરિકા તથા ઈરાન વચ્ચે ફરી વાતચીત શરૂૂ થશે એવાં સંકેતો મળતાં વિશ્વ બજારમાં આજે ક્રૂડના ભાવ વધ્યા પછી તૂટયાના સમાચાર હતા. ભારતમાં એપ્રિલથી જૂનના ત્રણ મહિનામાં ક્રૂડની આયાતનું બિલ 60 ટકા વધ્યાના સમાચાર હતા.દરમિયાન, શેર બજારમાં આજે સુસ્તી જોવા મળ્યો હતી સેન્સેક્સ 225 નીચે ટ્રેડ કરતો જોવા મળ્યો છે જ્યારે નિફ્ટી 50 પોઇન્ટ નીચે જોવા મળે છે. મોટાભાગની આજે ખાસ ખરીદી જોવા મળી ન હતી.
