ચાંદીમાં 7,500 નો ઉછાળો; સોનું પણ રૂા.1400 વધ્યું

ગઈકાલે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયા બાદ આજે તેજી સાથે શરૂઆત થઈ છે. આજે એમસીએકસમાં સોનુ રૂા.1400 અને ચાંદી રૂા.7,500 વધીને ટ્રેડ કરી રહી છે. વૈશ્ર્વિક…

ગઈકાલે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયા બાદ આજે તેજી સાથે શરૂઆત થઈ છે. આજે એમસીએકસમાં સોનુ રૂા.1400 અને ચાંદી રૂા.7,500 વધીને ટ્રેડ કરી રહી છે.

વૈશ્ર્વિક શાંતિના પગલે હાલ બન્ને ધાતુમાં નાના મોટા ઉતારચઢાવ જોવા મળી રહ્યાં છે. સેન્ટ્રલ બેંકની ખરીદી યથાવત હોવા છતાં ચાંદીના ભાવમાં હાલ મોટી વધઘટ જોવા મળી નથી પરંતુ સોનુ ફરી મજબૂત વલણ સાથે આગળ ધપી રહ્યું છે. બે સપ્તાહ દરમ્યાન સોનુ 1,36,000 સુધી પહોંચ્યા બાદ શાનદાર રીકવરી જોવા મળી છે. છેલ્લા 15 દિવસમાં સોનુ 20,000 વધ્યું છે. હાલ એમસીએકસ પર સોનુ 158150 પર જોવા મળી રહ્યું છે. એટલે કે આજે સોનામાં રૂા.1400નો વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટની બજારમાં સોનુ 161180 પર પહોંચ્યું છે.
સોનાની સાથે સાથે ચાંદીમાં પણ આજે મજબૂતી જોવા મળી છે અને ભાવમાં 3 ટકા નો વધારો નોંધાયો છે. હાલ ચાંદીમાં રૂા.7,500 વધતાં ચાંદી 2,60,100 પર પહોંચી છે. જ્યારે રાજકોટની બજારમાં ચાંદીનો હાજર ભાવ 2,69,300 પર જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદી ચોરસાનો ભાવ 2,62,545 પર જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદી 999નો ભાવ 267204 જોવા મળી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ વધીને 5056 ડોલર પર પહોંચ્યું છે. જ્યારે ચાંદી 83 ડોલર આસપાસ જોવા મળી રહી છે. બીજી બાજુ શેરબજારમાં ખાસ વધઘટ જોવા મળી નથી. સેન્સેકસ 100 પોઈન્ટ વધીને 84370 પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફટી 45 પોઈન્ટ વધીને 25980 પર પહોંચ્યો છે. આજે નિફટી ઓટો અને એફએમસીની માર્કેટમાં ખરીદી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *