સપ્તાહના પ્રથમ દિવસે સોના ચાંદી તેમજ શેરબજારમાં નરમાઈ: BSEનો શેર 9 ટકા તૂટ્યા
સપ્તાહના પ્રથમ દિવસે સોના ચાંદીમાં ફરી રૂા.8500નો કડાકો બોલી ગયો છે. આજે વાયદા બજારમાં ચાંદીમાં ફરી નેગેટીવ વલણ જોવા મળ્યું છે અને સોનામાં પણ ગીરાવટ જોવા મળી છે. જો કે સપ્તાહના પ્રથમ દિવસે શેર બજાર ફલેટ કારોબર સાથે ખુલ્યું હતું. પરંતુ બોકીંગ હાઉસની તમામ કંપનીના શેરમાં મોટા ગાબડા પડયા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નવી ગાઈડલાઈન જાહેર થયા બાદ બીએસઈ સહિતની કંપનીના શેર ગબડયા હતાં.
આજે સવારે એમસીએકસ પર વાયદા બજાર ખુલતાની સાથે ચાંદીમાં 8500 નો કડાકો જોવા મળ્યો હતો. જ્યારે સોનામાં પણ રૂા.1500નો ઘટાડો જોવા મળ્યો હતો. આજે ચાંદીમાં રૂા.8500 તુટતા એમસીએકસ પર હાલ ચાંદીનો ભાવ 235879 પર જોવા મળી રહ્યો છે. શુક્રવારે બજાર બંધ રહ્યું ત્યારે ચાંદીનો ભાવ 244350 હતાં. ચાંદીમાં રૂા.8500 મળી રહ્યું છે. થોડુ પ્રોફીટ બુકીંગ જોવા મળતાં આજે સોનામાં પ્રતિ 10 ગ્રામે રૂા.1500નો ઘટાડો જોવા મળ્યો હતો. હાલ એમસીએકસ પર સોનાનો ભાવ 154320 જોવા મળી રહ્યો છે. એટલે કે આજે રૂા.1575નો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજકોટની બજારની વાત કરીએ તો રાજકોટમાં સોનાનો ભાવ 158920 જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદી ચોરસાનો ભાવ 240900 જ્યારે 1 કિલો સિલ્વર બાર નો ભાવ 247075 પર જોવા મળી રહ્યો છે. સોનુ આંતર રાષ્ટ્રીય લેવલ પર 4979 ડોલર પર જોવા મળી રહ્યાં છે ત્યારે ચાંદી 75.27 ડોલર જોવા મળી રહી છે.
શેરબજારમાં સેન્સેકસમાં 100 પોઈન્ટ, નિફટીમાં 33 પોઈન્ટ અને નીફટી બેંક 122 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. આજે બ્રોકીંગ હાઉસના શેર નીચે જોવા મળ્યા છે. બીએસઈનો શેર 9 ટકા તુટતા 220 રૂપિયાનું ગાબડુ પડયું છે. મોતીલાલ ઓસવોલ, નુવામા તેમજ ગ્રો કંપનીના શેરમાં તડાકા બોલી ગયા છે.
