સોના કરતાં ચાંદી વધુ ચમકદાર બની; આજે રૂા.6600નો વધારો

આ વર્ષે ચાંદીમાં કલ્પના બહારની તેજી જોવા મળી છે. દિવાળી પછી બે સપ્તાહ ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યા પછી ફરી ચાંદીનો ભાવ આસમાને પહોંચ્યો છે. ચાલુ…

આ વર્ષે ચાંદીમાં કલ્પના બહારની તેજી જોવા મળી છે. દિવાળી પછી બે સપ્તાહ ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યા પછી ફરી ચાંદીનો ભાવ આસમાને પહોંચ્યો છે. ચાલુ વર્ષમાં જ ચાંદી 120 ટકા વધીને 2,10,000ને પાર થઈ ગઈ છે. આજે પણ ચાંદીમાં 6600નો વધારો જોવા મળ્યો છે.

ચાંદીની વૈશ્ર્વિક માંગમાં વધારો અને પુરવઠામાં ઘટાડો થવાને કારણે ચાંદીના ભાવમાં એકતરફી તેજી જોવા મળી રહી છે. ગત શુક્રવારે ચાંદીનો હાજર ભાવ 2 લાખને ક્રોસ કરી ગયો હતો. પરંતુ આજે તો એમસીએકસમાં ચાંદીનો ભાવ 2 લાખ 4 હજારને પાર કરી ગયો હતો. 1979ના વર્ષ પછી 46 વર્ષ પછી આવો મોટો ઉછાળો પહેલીવાર જોવા મળ્યો છે. નિષ્ણાંતો ના કહેવા મુજબ ચાંદીની તેજી અટકાવાની નથી અને આવનારા સમયમાં ભાવમાં વધુ વધારો શકય છે.

વૈશ્ર્વિક ખાણકામ ઉત્પાદન છેલ્લા કેટલાક વર્ષથી સ્થિર છે જ્યારે માંગ સતત વધતી જાય છે. ચાંદીનો મોટો હિસ્સો સીસુ, જસત અને તાંબા જેવા ધાતુઓના બાયપ્રોડકટ તરીકે મળે છે. જેને કારણે પુરવઠો ઝડપથી વધારી શકાય તેમ નથી અને તેને કારણે બજારમાં ચાંદીની અછત સર્જાણી છે.

ઉપરાંત ગ્રીન અને સૌર ઉર્જા ક્ષેત્રે ચાંદીની માંગમાં ભારે વધારો જોવા મળ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં સૌર ઉર્જા ક્ષેત્રે ચાંદીની માંગ બમણી થઈ છે. જો પુરવઠાની અછત અને સૌર ઉદ્યોગની ડીમાન્ડ વધતી જશે તો ચાંદીનો ભાવ 2,40, હજારથી લઈને 2,50 હજાર સુધી પહોંચે તેવી શકયતા છે.

આજે એમસીએકસમાં ચાંદીનો ભાવ 2,04,450 પર જોવા મળે છે. એટલે કે આજે ચાંદીમાં 6600 રૂા.નો વધારો જોવા મળ્યો છે. રાજકોટની બજારમાં ચાંદીનો ભાવ 2,10,200 જોવા મળી રહ્યો છે. જો કે સોનામાં આજે 300 રૂા.નો ઘટાડો જોવા મળ્યો છે. રાજકોટમાં સોનાનો ભાવ 1,36,850 જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *