રિલીઝ પહેલા જ શ્રધ્ધા કપૂરની ‘ઇથા’નું ટીઝર ઓનલાઇન લીક

શ્રદ્ધા કપૂરની બાયોપિક ફિલ્મ ’ઈથા’ની સત્તાવાર રિલીઝ પહેલાં જ એક ટીઝર ક્લિપ ઓનલાઈન લીક થઈ જતાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂૂ થઈ ગઈ છે.…

શ્રદ્ધા કપૂરની બાયોપિક ફિલ્મ ’ઈથા’ની સત્તાવાર રિલીઝ પહેલાં જ એક ટીઝર ક્લિપ ઓનલાઈન લીક થઈ જતાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂૂ થઈ ગઈ છે. ફિલ્મના નિર્માતાઓએ હજુ સુધી ડિજિટલ પ્લેટફોર્મ પર ટીઝર જાહેર કર્યું નથી, છતાં સિનેમાઘરમાંથી રેકોર્ડ કરાયેલી એક ઝલક વાયરલ થઈ રહી છે.

લીક થયેલી ક્લિપમાં શ્રદ્ધા કપૂર મહારાષ્ટ્રનાં દિગ્ગજ તમાશા કલાકાર વિઠાબાઈ નારાયણગાંવકરના પાત્રમાં જોવા મળે છે. દૃશ્યમાં તે ગર્ભવતી હાલતમાં સ્ટેજ પરફોર્મન્સ માટે તૈયારી કરતી જોવા મળે છે. ટીઝરમાં દર્શાવવામાં આવે છે કે વિઠાબાઈ પ્રસૂતિની પીડા વચ્ચે પણ પોતાનું કલા માટેનું સમર્પણ જાળવી રાખીને મંચ પર જવા આતુર છે. સંવાદો પરથી એવું સ્પષ્ટ થાય છે કે બાળકના જન્મ પછી તરત જ સ્ટેજ પર પરત ફરવા અંગે ચર્ચા અને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાય છે.

વિઠાબાઈના વાસ્તવિક જીવનમાં પણ એવી ઘટના બની હતી, જ્યાં તેમણે વ્યક્તિગત મુશ્કેલીઓ છતાં કલાકાર તરીકેની જવાબદારીને પ્રાથમિકતા આપી હતી. ફિલ્મમાં આ ઘટનાને ભાવનાત્મક રીતે રજૂ કરવામાં આવી હોવાનું લાગી રહ્યું છે.

માત્ર થોડા સેક્ધડની આ ઝલકે પણ ચાહકો પર ઉંડી અસર છોડી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સિનેમાઘરમાં દર્શકો તરફથી જોરદાર તાળીઓ, સીટીઓ અને ઉત્સાહભર્યો પ્રતિસાદ સાંભળવા મળે છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર ઉપરાંત રણદીપ હૂડા અને મોહમ્મદ ઝીશાન અય્યુબ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. ’ઈથા’ 28 ઓગસ્ટે રક્ષાબંધનના તહેવારના સમયગાળા દરમિયાન સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *