Site icon Gujarat Mirror

જામનગરમાં શંકર ટેકરી ઝોન વિસ્તાર તરસ્યો રહ્યો

જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા ની યાદી જણાવે છે કે, તા.17/09/2025 બુધવારના રોજ પમ્પ હાઉસ ફીલ્ટર પ્લાન્ટમાં પાણીના જાવકની 800 એમ.એમ.ડાયા.ની શંકર ટેકરી ઈ.એસ.આર.ની પાઈપ લાઈન માં ફલોમીટર અને વાલ્વ ફીટ કરવાનુ હોવાથી શંકર ટેકરી ઈ.એસ.આર.થી પાણી વિતરણ થતા પવનચકકી, જામનુ ડેરૂૂ અને પાબારી ઝોન તથા શંકર ટેકરી ઈ.એસ.આર. માંથી થતા પાણી વિતરણ બંધ રહેવા પામશે.
જામનગર શહેરમા પાણી વિતરણ કરતા શંકર ટેકરી ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો જામનુ ડેરૂૂ ઝોનમા સમાવિષ્ટ ખોજાનાકુ, ખોજાવાડ, રંગુનવાલા વિસ્તાર, ભાનુશાળી વાડ, શેઠ ફળી, બર્ધન ચોક,મુલ્લા મેડી, અને પાબારી ઝોનમા સમાવિષ્ટ વિસ્તારો જેવા કે ખંભાળીયા નાકાથી સેન્ટ્રલ બેંક વિસ્તાર, હવાઈ ચોક, નાગર ચકલો હવેલી વિસ્તાર પંચેશ્વર ટાવર, વંડાફળી, બેડી ગેઈટ, રણજીત રોડ, કડીયાવાડ, ગ્રેઈન માર્કે, કે.વી. રોડ, ત્રણ દરવાજા, રેલનગર, ભોંયવાડો, લંઘાવાડનો ઢાળીયો, ચાંદી બજાર, રતનબાઈની મસ્જીદ વાળો વિગેરે વિસ્તારો, પવનચકકી ઝોનમા સમાવિષ્ટ આવતા વિસ્તારો પ્રેમચંદ કોલોની, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર મનહરભાઈ ઝાલાના મકાન વાળી શેરી, કિશાન ચોક, અંજલી ન્યુઝ વાળી શેરી, હીરાસર વાસ, ખોજા નાકુ, ટીટોડી વાડી, સુમરાચાલી, તવા રેસ્ટોરન્ટ વાળી શેરી, બાવાવાડ, કબીર આશ્રમ, ઉનની કંદોરી, નાગ25રા, કનખરા સમાજ, ખાઈ ફળી,સોનીની વાડી,મતવા શેરી, એમ.જે.પાર્ક, વિગેરે વિસ્તારોમાં પાણી બંધ રહેશે.

ઉકત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા બીજા દિવસે રૂૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે તેમ કાર્યપાલક ઈજનેર (વોટર વર્કસ શાખા જામનગર મહાનગરપાલિકા)ની યાદીમાં જણાવાયું છે.

Exit mobile version