Site icon Gujarat Mirror

દ્વારકાની છેતરપિંડીમાં દોઢ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

દેવભૂમિ દ્વારકાના પોલીસ મથકમાં ગત વર્ષે એક ખાનગી કંપનીમાં સોડાએશના જથ્થામાં ભેળસેળ કરી અને છેતરપિંડી સંદર્ભેનો ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં લાલશાહીથી નાસતા ફરતા આરોપી એવા પોરબંદરના જુબેલી મારાજ બાગ રોડ વિસ્તારમાં રહેતા ભીમા રાજા કટારા નામના 41 વર્ષના શખ્સનું નામ ખુલવા પામ્યું હતું.

જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી વિભાગના એ.એસ.આઈ. બલભદ્રસિંહ ગોહિલ, અશ્વિનભાઈ વડારીયા, તેમજ પ્રદિપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે છેલ્લા આશરે દોઢ વર્ષથી નાસતા ફરતા ઉપરોક્ત આરોપીને દ્વારકાના કાનદાસ બાપુના આશ્રમ નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ વધુ તપાસ અર્થે તેનો કબજો દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, વી.એન. સીંગરખીયા, એસ.એસ. ચૌહાણ અને એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા સાથે સ્ટાફના એ.એસ.આઈ. બલભદ્રસિંહ, અશ્વિનભાઈ, જગદીશભાઈ, પ્રદીપસિંહ, પીઠાભાઈ અને સચીનભાઈ દ્વારા કરવામાં આવી હતી.

Exit mobile version