વેરાવળમાં કથિત કૂટણખાના પર જનતા રેડ, દ્વારકાની યુવતી અને દલાલની ધરપકડ

વેરાવળના મોદી વાડી અને ગંગાનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતી કથિત અનૈતિક પ્રવૃત્તિને લઈને સ્થાનિકોએ જનતા રેડ કરી. આ દરોડામાં દ્વારકાની એક યુવતી અને કથિત…

વેરાવળના મોદી વાડી અને ગંગાનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતી કથિત અનૈતિક પ્રવૃત્તિને લઈને સ્થાનિકોએ જનતા રેડ કરી. આ દરોડામાં દ્વારકાની એક યુવતી અને કથિત દલાલને પકડવામાં આવ્યા.
સ્થાનિક રહેવાસીઓ હિતેશ હમાસરા અને સુરેશ આહુજાએ જણાવ્યું કે તેમના ઘરની બાજુમાં આવેલા મકાનમાં મહિલા દ્વારા અનૈતિક પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હતી.

સ્થાનિકોએ એક સપ્તાહ પહેલા પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં તેમને જનતા રેડ કરવાની ફરજ પડી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પોલીસને સાત વખત ફોન કર્યા બાદ જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા. સિટી પી.આઈ. એચ.આર. ગોસ્વામી સહિત સર્વેલન્સ સ્ટાફ ઘટના સ્થળે આવ્યો. પોલીસે પકડાયેલા લોકોની આકરી પૂછપરછ શરૂૂ કરી છે. સિટી પોલીસ ઇન્સપેક્ટર એચ.આર. ગોસ્વામીએ જણાવ્યું કે આ મામલે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસે આ પ્રકરણમાં વધુ તપાસ શરૂૂ કરી છે.