મનોરંજન

શાહરુખ ખાનની જવાન જાપાનમાં રિલીઝ થશે

Published

on

29 નવેમ્બરે સિનેમાગૃહોમાં જોવા મળશે

પોપ્યુલરિટીના એક સર્વે મુજબ દુનિયામાં લગભગ સવાત્રણ અબજ ફેન ધરાવતા શાહરુખ ખાનના જપાનમાં રહેતા ચાહકો માટે ગુડ ન્યુઝ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થયેલી અને જબરી સફળતા મેળવનારી ફિલ્મ જવાન 29 નવેમ્બરે જપાનનાં સિનેમાગૃહોમાં રિલીઝ થશે.

શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ, નયનતારા, પ્રિયામણિ, સનાયા મલ્હોત્રા અને વિજય સેતુપતિ અભિનીત ફિલ્મના પોસ્ટર અને ફિલ્મની રિલીઝ-ડેટની જાહેરાત સાથે શાહરુખે સોશ્યલ મીડિયા પર કેપ્શનમાં લખ્યું છે, પએક કહાની જસ્ટિસ કી…વેન્જન્સ (પ્રતિશોધ) કી… વિલન ઔર હીરો કી… એક કહાની જવાન કી… આ રહી હૈ જપાન કે થિયેટર મેં પહલી બાર!ભારતીય દર્શકોનો જબરો પ્રેમ મેળવનારી શાહરુખના ડબલ રોલવાળી આ ફિલ્મ જપાનમાં કેવો ડંકો વગાડે છે એ હવે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version