શાહરૂખ ખાને કંટેંટ ક્રિએટર સુવિજ્ઞ શર્માને ફટકારી માનહાનીની નોટિસ

શાહરુખ ખાનની એક રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ રીલ હવે કંટેંટ ક્રિએટર સુવિજ્ઞ શર્મા માટે મુસીબતનું કારણ બની છે. શાહરુખ ખાન એ…

શાહરુખ ખાનની એક રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ રીલ હવે કંટેંટ ક્રિએટર સુવિજ્ઞ શર્મા માટે મુસીબતનું કારણ બની છે. શાહરુખ ખાન એ સુવિજ્ઞ શર્માને માનહાનિ નોટિસ ફટકારી છે. નોટિસ અનુસાર રીલ્સમાં શાહરુખ ખાન માટે જે માહિતી શેર કરવામાં આવી છે તે ખોટી અને તેની માનહાનિ કરે તેવી છે.

આ વિવાદ એક કાર્યક્રમ દરમિયાનના એક વીડિયો સંબંધિત છે. એક વીડિયો ક્લીપ વાયરલ કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે શાહરુખ ખાનને ચુપ રહેવાનું કહી દેવામાં આવ્યું. આ રીલ ઈંસ્ટાગ્રામ પર વાયરલ થઈ હતી અને હવે આ રીલ પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. શાહરુખ ખાનની લીગલ ટીમ એક્શન મોડમાં આવી છે અને રીલ બનાવનાર સુવિજ્ઞ શર્માને માનહાનિ નોટીસ ફટકારી દીધી છે. માનહાનિ નોટિસમાં કંટેંટ ક્રિએટર સુવિજ્ઞ શર્માને 48 કલાકનો સમય આપવામાં આવ્યો છે. 48 કલાકમાં તેણે 5 માંગ પુરી કરવી પડશે. જેમાં વિવાદિત રીલ તુરંત હટાવવી, તેને વધારે વાયરલ ન કરવી, રીલના કેપ્શનમાં જે દાવો કરવામાં આવ્યો તેને હટાવો અથવા સુધારો, મૂળ ફૂટેજના રેકોર્ડ સુરક્ષિત રાખવા, નિર્દેશોનું પાલન થયું છે જેની જાણકારી લેખિતમાં 48 કલાકની અંદર આપવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *