હવે શાળાઓમાં અપાશે સેક્સ એજ્યુકેશન

નિષ્ણાંત સમિતિની ભલામણોને સરકારે સ્વીકારી હોવાથી સુપ્રીમ કોર્ટને જાણકારી અપાઇ દેશભરમાં શાળાના અભ્યાસક્રમમાં સેક્સ એજ્યુકેશનનો સમાવેશ થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે ગઇકાલે સુપ્રીમ કોર્ટને…

નિષ્ણાંત સમિતિની ભલામણોને સરકારે સ્વીકારી હોવાથી સુપ્રીમ કોર્ટને જાણકારી અપાઇ

દેશભરમાં શાળાના અભ્યાસક્રમમાં સેક્સ એજ્યુકેશનનો સમાવેશ થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે ગઇકાલે સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે તે નિષ્ણાત સમિતિની ભલામણોના આધારે દેશભરની તમામ શાળાઓ અને કોલેજોમાં વ્યાપક સેક્સ એજ્યુકેશન દાખલ કરવાની તૈયારી કરી રહી છે. સરકારે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી મળ્યા પછી આ ભલામણોનો અમલ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ ન્યાયાધીશ બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની બેન્ચ સમક્ષ જણાવ્યું હતું કે સરકારે સમિતિના અહેવાલને સ્વીકારી લીધો છે અને તેને દેશભરમાં લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

આ રિપોર્ટ એવા સમયે તૈયાર કરવામા આવ્યો છે જ્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે તે એવા ઉપાયો પર વિચાર કરો જેનાથી કિશોરો વચ્ચે પરસ્પર સહમતિથી બંધાતા સંબંધો અને સગીર ગર્ભાવસ્થાના કેસોને પોક્સો કાયદા હેઠળ આપમેળે ગુના ન ગણવામાં આવે. આ પછી કેન્દ્ર સરકારે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના અધિક સચિવની અધ્યક્ષતામાં 26 સભ્યોની રાષ્ટ્રીય નિષ્ણાત સમિતિની રચના કરી. આ સમિતિને પોક્સો કાયદાની સંમતિથી બનેલા કિશોરોના સંબંધો પર થતી અસરની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

સમિતિએ એમ પણ જણાવ્યું હતું કે નાના બાળકોને તેમની ઉંમરને અનુરૂૂપ યોગ્ય માહિતી પૂરી પાડવી જોઈએ. શરૂૂઆતના ધોરણોમાં, તેમને વ્યક્તિગત સ્વચ્છતા, શરીરની યોગ્ય જાણકારી અને “ગુડ ટચ” અને “બેડ ટચ” ની વિભાવના જેવા મહત્વપૂર્ણ વિષયો શીખવવા જોઈએ. તેના અહેવાલમાં સમિતિએ રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) ને આ ભલામણોના આધારે શાળા અભ્યાસક્રમમાં સુધારો કરવાની પણ સલાહ આપી હતી. તેણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ને અનુરૂૂપ શાળાઓ અને કોલેજોમાં કિશોર શિક્ષણ શરૂૂ કરવાની પણ ભલામણ કરી હતી.

સમિતિની મુખ્ય ભલામણો
આ નિષ્ણાત સમિતિમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS) ના નિષ્ણાતો, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ્સ, કેન્દ્ર અને રાજ્ય સરકારોના અધિકારીઓ અને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) અને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) ના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો. સમિતિએ ભલામણ કરી હતી કે વ્યાપક સેક્સ એજ્યુકેશન અને બાળકોને જાતીય શોષણથી બચાવવા અંગે જાગૃતિ મુખ્ય શાળા અભ્યાસક્રમમાં શામેલ કરવામાં આવે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *