રૂપિયો સુધરતા સેન્સેક્સ અને બેંક નિફ્ટીમાં 500 અંકની તેજી

બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો, માર્કેટમાં પોઝિટિવ ટ્રેન્ડ ડોલરની સામે રૂૂપિયો વધુ સુધરતા તેમજ ક્રૂડનો ભાવ 103 ડોલરએ પહોંચતા શેર બજારમાં આજે ખરીદીનો માહોલ જોવા મળ્યો…

બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો, માર્કેટમાં પોઝિટિવ ટ્રેન્ડ

ડોલરની સામે રૂૂપિયો વધુ સુધરતા તેમજ ક્રૂડનો ભાવ 103 ડોલરએ પહોંચતા શેર બજારમાં આજે ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. શરૂૂઆતમાં સાવચેતીનો સૂર જોવા મળ્યા બાદ બજારમાં સેન્સેક્સ અને નિફ્ટી ચુનંદા સ્ટોકમાં ખરીદીનો માહોલ સર્જાયો હતો.જેના પગલે સેન્સેક્સ 500 પોઈન્ટ અને નિફ્ટી 135 પોઇન્ટ વધી છે.
જોકે આજે બજારને સૌથી મોટો ટેકો બેન્કિંગ સ્ટોકનો મળ્યો હતો. ઘણા સમય પછી બેંક નિફ્ટીમાં શાનદાર તેજી જોવા મળી હતી.

આજે બેન નિફ્ટીની શાનદાર તેજીને કારણે બેંક નિફ્ટી એ 54 હજારનું લેવલ પાર કર્યું હતું. આઇસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એચડીએફસી બેન્ક સહિતના શેરમાં શાનદાર ખરીદી જોવા મળતા બેંક નિફ્ટી 550 પોઇન્ટ વધી હતી.

આજે રૂૂપિયા વધુ 10 પૈસા સુધરતા ડોલરનો ભાવ 96.10 જોવા મળ્યો હતો. બીજી બાજુ બ્રેન્ટ ક્રુડ ઘટીને 103.50 પર પહોંચ્યું છે જેને કારણે પણ માર્કેટમાં પોઝિટિવ સંકેત જોવા મળ્યા હતા.

આવનારા દિવસોમાં જો ઈરાન અમેરિકા વચ્ચે કોઈ નવા હુમલાની વાત નહીં આવે તો ક્રૂડ નો ભાવ ઘટીને 100 ડોલરની નીચે જઈ શકે છે. જોકે સોના ચાંદીમાં ખાસ વધઘટ આજે જોવાનો મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *