Site icon Gujarat Mirror

RTE હેઠળ શાળામાં પ્રવેશ પ્રક્રિયાનો શનિવારથી પ્રારંભ

 

17 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી થઈ શકશે, છ લાખ સુધીની આવક મર્યાદા, ખોટી આવક દર્શાવનારા સામે ફોજદારી ફરિયાદ

ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે રાઈટ ટુ એજ્યુકેશન (RTE ) એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ-1 માં મફત પ્રવેશની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.
ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ આગામી એપ્રિલથી 17 એપ્રિલ 2026 સુધી ઓનલાઇન અરજી કરી શકશે.
આ વર્ષે મહત્તમ 6 લાખ રૂૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારો જ અરજી કરી શકશે. આ મામલે શિક્ષણ વિભાગે લાલ આંખ કરતા DEO રોહિત ચૌધરીએ ચેતવણી આપી છે કે, જો કોઈ વાલી ખોટી આવક દર્શાવશે તો બાળકનો પ્રવેશ રદ કરી તેમની સામે સીધો ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે.

આખી પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન જ રાખવામાં આવી છે. વાલીઓએ એપ્રિલ 2026 (શનિવાર) થી લઈને 17 એપ્રિલ 2026 (શુક્રવાર) સુધીમાં આરટીઈની સત્તાવાર વેબસાઇટ https://rte.orpgujarat.com પર જઈને ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢીને માત્ર પોતાની પાસે સાચવી રાખવાની છે, તેને ક્યાંય જમા કરાવવા જવાની જરૂૂર નથી. છેલ્લી ઘડીએ સર્વર ડાઉન થવાની સમસ્યાથી બચવા વાલીઓએ વહેલી તકે ફોર્મ ભરી દેવું હિતાવહ છે.

RTE માં પ્રવેશ મેળવવા માટે બાળકે 1 જૂન 2026 ના રોજ 6 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ. સાદી ભાષામાં સમજીએ તો, બાળકની જન્મ તારીખ 2 જૂન 2019 થી 1 જૂન 2020 ની વચ્ચે હોવી ફરજિયાત છે.
આ ઉપરાંત, વાલીની વાર્ષિક આવક 6 લાખ રૂૂપિયાથી વધુ ન હોવી જોઈએ અને આ માટે 1- -2023 પછી કઢાવેલો આવકનો દાખલો રજૂ કરવો પડશે.

અમદાવાદના DEO રોહિત ચૌધરીએ એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે, કેટલાક વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે પોતાના ઇન્કમટેક્સ રિટર્નની સાચી માહિતી છુપાવે છે.

જો પાછળથી પુરાવા સાથે એવી ફરિયાદ મળે કે વાલીની આવક 6 લાખ કરતાં વધુ છે, તો તેવા બાળકની એડમિશન તાત્કાલિક રદ કરી દેવાશે. એટલું જ નહીં, આવા વાલીઓ સામે છેતરપિંડીનો ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવશે. જેથી વાલીઓને ખાસ વિનંતી છે કે બધી જ વિગતો સાચેસાચી ચકાસીને જ ફોર્મમાં ભરે.

ફોર્મ ભરતા પહેલા આ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને તૈયાર રાખવા
બાળકનું આધારકાર્ડ (નામ એક જ લાઈનમાં હોવું જોઈએ)
બાળકનો જન્મનો દાખલો (નામનો સ્પેલિંગ આધારકાર્ડ સાથે મેચ થવો જરૂરી છે)
માતા-પિતાનું આધારકાર્ડ
રહેઠાણનો પુરાવો (આના આધારે જ ઘરથી 6 કિ.મી. ની અંદરની શાળાઓ પસંદ કરી શકાશે)
આવકનો દાખલો (એપ્રિલ 2023 પછીનો)
બાળકના નામની બેંક પાસબુક અને પાસપોર્ટ સાઇઝનો ફોટો
જાતિનો દાખલો અને BPL કાર્ડ (જો લાગુ પડતું હોય તો)

Exit mobile version