જામનગર કોર્પોરેશનના ઈજનેર અને પ્રેમિકાએ યુવાન ઉપર કરેલો હુમલો

જામનગરમાં સાધના કોલોનીમાં એક યુવક પર મહાનગરપાલિકાના ઈજનેર અને તેની પ્રેમિકાએ છરી વડે હુમલો કર્યો છે. યુવકે આરોપી ઈજનેર અને તેની પ્રેમિકાના સંબંધ વિષે યુવતીના…

જામનગરમાં સાધના કોલોનીમાં એક યુવક પર મહાનગરપાલિકાના ઈજનેર અને તેની પ્રેમિકાએ છરી વડે હુમલો કર્યો છે. યુવકે આરોપી ઈજનેર અને તેની પ્રેમિકાના સંબંધ વિષે યુવતીના પિતાને માહિતી આપી હતી. આ વાતનું મનદુ:ખ રાખીને બંને આરોપીઓએ યુવકના ઘરે આવીને તેના પર છરીથી હુમલો કર્યો હતો. હુમલામાં યુવકની છાતીમાં છરીનો ઘા વાગ્યો છે. તેને લોહીલુહાણ હાલતમાં જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને તે સારવાર હેઠળ છે.

યુવકની બહેને સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સહિતની કલમ 109(1), 351(3), 54 તેમજ જીપીએક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધ્યો છે. આરોપીઓએ યુવકને ધમકી પણ આપી હતી કે જો ફરીથી કોઈ બાતમી આપશે તો પૂરું કરી નાખશે. પી.આઈ. એન.એ. ચાવડા અને તેમની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. બંને આરોપીઓ હાલ ફરાર છે અને પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.