લ્યો બોલો! પ્રભાસની ફિલ્મ જોવા ફેન્સ થિયેટરમાં મગર લઈને પહોંચ્યા, સોશિયલ મીડિયામાં VIDEO વાઈરલ

  સાઉથના સુપરસ્ટાર પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધ રાજા સાહેબ’ 9 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. ત્યારે પ્રભાસ ફેન્સને આ ફિલ્મ ઘણી પસંદ આવી છે. પ્રભાસ…

 

સાઉથના સુપરસ્ટાર પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધ રાજા સાહેબ’ 9 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. ત્યારે પ્રભાસ ફેન્સને આ ફિલ્મ ઘણી પસંદ આવી છે. પ્રભાસ ના કેટલાક ચાહકો ફિલ્મમાંથી તેની એક્શન કોપી કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક ચાહકો થિયેટરની અંદર મગર લઈને ફરતા જોવા મળે છે. આ સ્ટંટ પ્રભાસની ફિલ્મના એક સીનથી પ્રેરિત છે. ચાહકોનું થિયેટરમાં મગર લઈને પહોંચવાથી હોલમાં હાજર દર્શકો આશ્ચર્યચકિત થઈ જાય છે. જોકે, આ મગર નકલી હતા.

https://www.instagram.com/reel/DTRhkXNj81x/?utm_source=ig_web_copy_link

ફિલ્મના ટ્રેલરમાં ઘણા અદ્ભુત દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા, જેમાં એક દ્રશ્યમાં અભિનેતા મગર સાથે લડતો જોવા મળ્યો હતો. આ દ્રશ્યનો ક્રેઝ મગરને લઈને થિયેટરોમાં પહોંચેલી ભીડમાં સ્પષ્ટ હતો. આ દ્રશ્ય દરમિયાન, લોકો મગરોને માથા પર લઈ જતા જોવા મળ્યા હતા. આ પહેલીવાર નથી જ્યારે ચાહકોએ પોતાના મનપસંદ સ્ટાર્સ માટે આવી દીવાનગી બતાવી હોય. આવા કિસ્સાઓ અનેક વાર બન્યા છે. જોકે, આ મગરો વાસ્તવિક નહોતા. આ વિડિઓ પર મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે.

કેટલાક લોકોએ આ વિડિઓને AI ગણાવ્યો છે. 9 જાન્યુઆરીએ રિલીઝ થયેલી ફિલ્મ “ધ રાજા સાબ” વિશે વાત કરીએ તો, આ ફિલ્મ પર મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. તેમાં પ્રભાસ, સંજય દત્ત, ઝરીના વહાબ, બોમન ઈરાની, સપ્તગિરી, માલવિકા મોહનન, નિધિ અગ્રવાલ અને રિદ્ધિ કુમાર જેવા કલાકારો છે. ₹400 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ માટે લોકોને ઘણી અપેક્ષાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *