બોલિવૂડના સુપર સ્ટાર સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડેએ લવ એન્ગલની ચર્ચા કરી છે. એક રિયાલિટી શોમા તેણે આ એન્ગલ પર ચર્ચા કરી હતી. 80 ના દાયકામાં સલમાન ખાન અને સંગીતા બિજલાનીના અફેરની ચર્ચાઓ ખૂબ જ ચાલતી હતી. કહેવાય છે કે બંને એકબીજાના પ્રેમમાં ગળા ડૂબ હતા અને શાદી કરવાના હતા. જો કે સલમાન ખાને હજુ સુધી લગ્ન કર્યા નથી.
ઈન્ડિયન આઈડલ સિંગિંગ રિયાલિટી શોમાં બોલિવૂડ એક્ટ્રેસ સંગીતા બિજલાની અને તેના એક્સ બોયફ્રેન્ડ રહેલા સલમાન ખાનના લવ એન્ગલની ચર્ચા થઈ હતી. સંગીતાને કંટેસ્ટેંટ્સના પૂછવા પર સંગીતાએ ખુલાસો કર્યો કે તે ખરેખર સલમાન સાથે શાદી કરવા જઈ રહી હતી. આટલું જ નહીં, અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે અભિનેતા તેના પર ઘણો કંટ્રોલ રાખતો હતો. શો દરમિયાન જ્યારે સંગીતાને પૂછવામાં આવ્યું કે તે તેના જીવનમાં શું બદલવા માંગતી હતી? અભિનેત્રીએ તેનું નામ લીધા વિના સલમાન ખાનની નકલ કરીને જવાબ આપ્યો. સંગીતાએ કહ્યું, જે હતાને મારા એક્સ. હું નામ નહીં લઉં. મને ખૂબ જ મર્યાદામાં રાખવામાં આવી હતી કે તમે ટૂંકા ડ્રેસ નહી પહેરી શકો, નેક આટલી ડીપ નહી દેખાવી જોઇએ. ડ્રેસની લંબાઈ આટલી નાની ન હોવી જોઇએ. હું અત્યારે પહેરું છું તેવા ટૂંકા વસ્ત્રો પહેરવાની મને છૂટ નહોતી. સંગીતાએ શોમાં એમ પણ કહ્યું હતું કે તેના અને સલમાનના અફેરની વાતો સાચી હતી, તેમના શાદીના કાર્ડ પણ છપાઈ ગયા હતા, પરંતુ આ સંબંધ તૂટી ગયો હતો. કંટેસ્ટેંટના સવાલ પર સંગીતાએ કહ્યું- હા, એ વાત સાચી છે કે શાદીના કાર્ડ છપાયા હતા. હવે વધારે ન પૂછો. મારા પર વીજળી ન ગીરાવો. વીજળી મારું નામ છે. બહુ થયુ ક્ધફેશન. સંગીતા અને સલમાનની મુલાકાત તેની કારકિર્દીની શરૂૂઆતમાં એક એડ શૂટ દરમિયાન થઇ હતી. બંનેએ લગભગ 10 વર્ષ સુધી ડેટ કર્યુ હતું.