મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નક્કી કરવા રૂપાણી- સીતારમણને જવાબદારી

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચુંટણીમાં મહાયુતિનો ભવ્ય વિજય થયા બાદ મુખ્યમંત્રી પદને લઇને ભાજપ- શિવસેના (શિંદે)- એનસીપી (અજિત) વચ્ચે કોકડું ગુંચવાયું છે. ત્યારે ભાજપ દ્વારા મુખ્યમંત્રીનું નામ…

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચુંટણીમાં મહાયુતિનો ભવ્ય વિજય થયા બાદ મુખ્યમંત્રી પદને લઇને ભાજપ- શિવસેના (શિંદે)- એનસીપી (અજિત) વચ્ચે કોકડું ગુંચવાયું છે. ત્યારે ભાજપ દ્વારા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે કેન્દ્રીય નીરીક્ષકોની નિમણુંક કરવાામં આવી છે. આ માટે ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણની નિયુક્તી કરવામાં આવી છે.


ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણસિંહે આજે આ અંગે નિર્ણય જાહેર કર્યો હતો. હાલ વિજય રૂપાણી પંજાબ રાજયના પ્રદેશ પ્રભારી પદે પણ કાર્યરત છે.
ભાજપ દ્વારા નિયુક્ત કરેલ બન્ને નિરીક્ષકો સંભવત આવતીકાલે શાસક પક્ષના નેતા તરીકે સતાવાર નિર્ણય કરશે તેવું મનાઇ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *