ગુજરાત

રાજકોટ, જામનગર, મોરબી અને દ્વારકા જિલ્લામાં રૂા.1500 કરોડનું GST કૌભાંડ

Published

on

નાના અને શ્રમિક માણસોના નામે 1200થી વધારે GST નંબર હોવાનો ખુલાસો


જીએસટીની અમલવારી થઈ ત્યારથી અત્યાર સુધી કરોડો રૂપિયાની કરચોરી અને બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું છે ત્યારે સૌરાષ્ટ્રના ચાર જિલાલામાં બોગસ જીએસટી નંબર થકી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવતાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે.


સૌરાષ્ટ્રમાં બોગસ જીએસટી નંબરથી બિલિંગ કૌભાંડ સામે આવ્યું છે.જેમાં બોગસ જીએસટી નંબરથી 1500 કરોડની કરચોરી થઇ હોવાની આશંકા છે. તેમાં રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકામાં બિલિંગ કૌભાંડ થયુ છે. 1200થી વધુ બોગસ જીએસટી નંબર હોવાની આશંકા છે. ગોંડલ બોગસ બિલિંગનું એપી સેન્ટર હોવાનું ખૂલ્યું છે.
નાના માણસના નામે બોગસ જીએસટી નંબર મેળવ્યા છે. તેમાં રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં બોગસ જીએસટીએન હોવાનો ધડાકો છે. તેમાં 1200 થી વધુ બોગસ જીએસટીએન હોવાની દ્રઢ શંકા છે.

તેમજ 1500 કરોડની કરચોરીની આશંકા છે. સીબીઆઈસી દ્વારા બોગસ નંબર શોધી કાઢવા ઝુંબેશ શરૂૂ થઇ છે. રાજકોટ સીજીએસટી કમિશનોરેટ હેઠલના ચાર જિલ્લાઓમાં 1200થી વધુ જીએસટીએન છે જેના થકી બોગસ બિલિંગ થઈ રહ્યું છે. તેમાં ગોંડલ બોગસ બિલિંગનું એપી સેન્ટર બન્યુ છે. મજૂરો અને નાના માણસના નામે જીએસટીએન લેવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version