નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં રેલવે માટે પણ મહત્વની જાહેરાત કરી છે. 2025 ના બજેટમાં રેલવેના આધુનિકીકરણ અને વિકાસ માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત હેઠળ નવી રેલવે લાઇન અને નવી ટ્રેનોની જાહેરાત પણ કરવામાં આવી છે.સરકારે રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10 લાખ કરોડ રૂૂપિયાનો મૂડી રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ હેઠળ નવી રેલવે લાઈનો બનાવવામાં આવશે અને જૂના ટ્રેકને અપગ્રેડ કરવામાં આવશે અને હાઇ-સ્પીડ રેલ નેટવર્કનો વિસ્તાર કરવામાં આવશે.
હાલમાં ચાલુ વંદે ભારત ટ્રેનોના વધુ વિસ્તરણની સાથે 100 નવી વંદે ભારત ટ્રેનો શરૂૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેનો મુખ્ય શહેરોને જોડશે અને મુસાફરોને આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે. વધુમાં, રેલવેને 100% વિદ્યુતીકૃત અને ગ્રીન એનર્જી પર આધારિત બનાવવાનો પણ સંકલ્પ છે.
રેલ્વે સ્ટેશનોના સુધારા માટે 50 મુખ્ય સ્ટેશનોના આધુનિકીકરણ માટે યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. આ યોજનાઓમાં ડિજિટલ ટિકિટિંગ, ઠશ-ઋશ, અને સેનિટેશન સુવિધાઓમાં સુધારો કરવાની કામગીરી પણ સામેલ છે.ટ્રેન સલામતી વધારવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે ખનીજ ક્ષેત્રના ખાનગીકરણ અને જાહેર-ખાનગી ભાગીદારી (ઙઙઙ) મોડલને પ્રોત્સાહન આપવા માટે નવી યોજનાઓ પણ અમલમાં આવશે.