ઈ-સિગારેટ પીવા બદલ રિયાલ પરાગ મુશ્કેલીમાં,BCCIએ પૂછ્યો ખુલાસો

  પંજાબ કિંગ્સની ટીમ આ સીઝનમાં પહેલી વખત પરાજિત થઈ અને એ સફળતા રાજસ્થાન રોયલ્સે મેળવી પરંતુ આ સિદ્ધિની ટીમ દ્વારા પૂરી ઉજવણી થાય એ…

 

પંજાબ કિંગ્સની ટીમ આ સીઝનમાં પહેલી વખત પરાજિત થઈ અને એ સફળતા રાજસ્થાન રોયલ્સે મેળવી પરંતુ આ સિદ્ધિની ટીમ દ્વારા પૂરી ઉજવણી થાય એ પહેલાં જ વિજેતા ટીમના કેપ્ટન રિયાન પરાગે મોટો વિવાદ ઊભો કર્યો જેમાં તેણે ડ્રેસિંગ-રૂૂમમાં વેપિંગ (ઇ-સિગારેટ) પીધી એનો વીડિયો વાઇરલ થયો અને બોર્ડ ઑફ ક્ન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ તેને આ વિષયમાં ખુલાસો કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે.

આઇપીએલની એક સીઝન રમવાના રાજસ્થાનના ફ્રેન્ચાઇઝી પાસેથી 14 કરોડ રૂૂપિયા મેળવતા રિયાન પરાગની આ હરકતથી ક્રિકેટ-નિષ્ણાતો તેમ જ ક્રિકેટચાહકો નિરાશ અને ક્રોધિત છે. રિયાન પરાગે વેપિંગનું સેવન કરી રહ્યો હતો એ ક્ષણનો વીડિયો વાઇરલ થતાં આખો મામલો જોત જોતામાં વિશ્વ સ્તરે ચગી ગયો છે. એ સમયે ડ્રેસિંગ-રૂૂમમાં યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલ પણ હાજર હતા. રિયાને ડ્રેસિંગ-રૂૂમમાં ચૂપકીદીથી ઇ-સિગારેટ પીધી એનો વીડિયો વાઇરલ થતાં તેની પોલ ખુલ્લી પડી ગઈ છે. તેણે અગાઉ આવું ક્યારે અને કેટલી વખત કર્યું એની તપાસ બીસીસીઆઇ દ્વારા થશે.

વેપિંગ એટલે ઇલેકટ્રોનિક સિગારેટ (ઇ-સિગારેટ)નું સેવન જેમાં વેપ જેવા બેટરી-સંચાલિત જેવા ઉપકરણોના માધ્યમ દ્વારા નિકોટિન, ફ્લેવર (સ્વાદ) કે અન્ય રસાયણોથી બનેલા ઍરોસોલ (ધુમાડો)ને શ્વાસમાં લેવામાં આવે છે. ભારતમાં વેપિંગ પર પ્રતિબંધ છે અને એના સેવનથી ફેફસાંનું કેન્સર થવાની સંભાવના રહે છે. એમાં તમાકુ નથી હોતું, પણ બીજા રસાયણો સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *