મારા સ્વાસ્થ્યને લગતી ભ્રામક માહિતી યુ-ટયૂબ પરથી દૂર કરો

બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં ફરી એક નવી અરજી દાખલ કરી છે. આ અરજીમાં આરાધ્યાએ વિનંતી…

બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં ફરી એક નવી અરજી દાખલ કરી છે. આ અરજીમાં આરાધ્યાએ વિનંતી કરી હતી કે તેના સ્વાસ્થ્યને લગતી નકલી અને ભ્રામક માહિતી હજુ પણ વિવિધ વેબસાઇટ્સ અને પોર્ટલ પર ઉપલબ્ધ છે. જેને વહેલી તકે દૂર કરવી જોઈએ. અરજી પર કોર્ટ દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે.

પોતાની અરજીમાં આરાધ્યાએ આ કેસ પર સમરી જજમેન્ટની માંગ કરી છે. આના જવાબમાં સોમવારે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ ગૂગલ સહિત અન્ય વેબસાઇટ્સને નોટિસ મોકલવામાં આવી હતી. નોટિસમાં એવી દલીલ કરવામાં આવી છે કે નકલી માહિતી અપલોડ કરનારાઓએ કોર્ટમાં પોતાની હાજરી નોંધાવી નથી અને તેમનો બચાવ કરવાનો અધિકાર પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યો છે. આ કેસની આગામી સુનાવણી 17 માર્ચ 2025ના રોજ થશે.

અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચને તેના પિતા અભિષેક બચ્ચનની મદદથી એપ્રિલ 2023માં કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કોર્ટમાં નોંધાયેલા કેસમાં આરાધ્યાના ફેક વીડિયો અને યુટ્યુબ પર વાયરલ થઈ રહેલી માહિતી અંગે ફરિયાદ કરવામાં આવી હતી. વચગાળાના આદેશ દ્વારા, હાઈકોર્ટે યુટ્યુબને આરાધ્યાના સ્વાસ્થ્ય વિશે નકલી વીડિયો અને ગેરમાર્ગે દોરતી માહિતી ચલાવવાનું બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

હાઈકોર્ટે ગુગલને કેસ સાથે સંબંધિત વીડિયોને તાત્કાલિક નિષ્ક્રિય કરવાનો આદેશ પણ આપ્યો હતો. ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચન ચાહકોના ફેવરિટ સ્ટાર કિડ્સમાંથી એક છે. તે અવારનવાર માતા ઐશ્વર્યા સાથે ફરતી અને ઈવેન્ટ્સમાં હાજરી આપતી જોવા મળે છે. 13 વર્ષની આરાધ્યા તેની ફન-પ્રેમિંગ સ્ટાઇલ અને હેરસ્ટાઇલને કારણે પણ ચર્ચામાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *