બુધ-ગુરૂવારે નિયમિત સુનાવણીના કેસોનું લિસ્ટિંગ નહીં થાય

નવા ચીફ જસ્ટિસનો પરિપત્ર : પરચૂરણ બાબતો આ બન્ને દિવસે સૂચિબદ્ધ થશે CJI એટલે કે ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયાનું પદ સંભાળતાની સાથે જ જસ્ટિસ સંજીવ…

નવા ચીફ જસ્ટિસનો પરિપત્ર : પરચૂરણ બાબતો આ બન્ને દિવસે સૂચિબદ્ધ થશે


CJI એટલે કે ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયાનું પદ સંભાળતાની સાથે જ જસ્ટિસ સંજીવ ખન્ના સતત નિયમોમાં ફેરફાર કરી રહ્યા છે. નવીનતમ ફેરફાર કેસોની સુનાવણી સાથે સંબંધિત છે. અહેવાલ છે કે હવે બુધવાર અને ગુરુવારે નિયમિત સુનાવણી માટેના કેસ સુપ્રીમ કોર્ટમાં સૂચિબદ્ધ થશે નહીં. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ 10 નવેમ્બરે જ ઈઉંઈં પદ પરથી નિવૃત્ત થયા હતા.


સુપ્રીમ કોર્ટમાં કેસોની સુનાવણીને લઈને શનિવારે એક નવો પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. પરિપત્ર મુજબ, બુધવાર અને ગુરુવારે નિયમિત સુનાવણી માટે સુનિશ્ચિત થયેલ કેસ સૂચિબદ્ધ કરવામાં આવશે નહીં. અત્યારથી નોટિસ પછી, ટ્રાન્સફર પિટિશન અને જામીનની બાબતો સહિતની પરચુરણ બાબતો મંગળવાર, બુધવાર અને ગુરુવારે સૂચિબદ્ધ કરવામાં આવશે અને આગામી આદેશો સુધી બુધવાર અને ગુરુવારે કોઈ નિયમિત સુનાવણીની બાબતો સૂચિબદ્ધ કરવામાં આવશે નહીં.વિશેષ બેંચ દ્વારા અથવા આંશિક સુનાવણી માટે જે મુદ્દાઓ સાંભળવામાં આવે છે, તે પરચુરણ હોય કે નિયમિત સુનાવણી, જેને મંગળવાર, બુધવાર અને ગુરુવારે સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.તે લંચ બ્રેક પછી અથવા સક્ષમ દ્વારા નિર્દેશિત સત્રમાં સૂચિબદ્ધ થઈ શકે છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *