3 કલાકમાં ચેક ક્લિયર કરવાની યોજના મોકૂફ રાખતી RBI

ભારતીય રિઝર્વ બેન્કે ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS) Continuous Clearing and Settlementએટલે કે CCS ફ્રેમવર્કના ફેઝ 2ને હાલમાં લાગુ કરવા પર રોક લગાવી છે. આ ફેઝ…

ભારતીય રિઝર્વ બેન્કે ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS) Continuous Clearing and Settlementએટલે કે CCS ફ્રેમવર્કના ફેઝ 2ને હાલમાં લાગુ કરવા પર રોક લગાવી છે. આ ફેઝ પહેલા 3 જાન્યુઆરી 2026થી લાગુ થવાનો હતો, પણ હવે નવી તારીખ અલગથી જાહેર કરવામાં આવશે. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે, આગામી આદેશ આવવા સુધી હાલની વ્યવસ્થા એટલે કે ફેઝ 1 સામાન્ય રીતથી ચાલતી રહેશે.

ફેઝ 2 સ્થગિત કરતા ચેક ક્લિયરિંગ સાથે જોડાયેલ કડક ટાઈમલાઈન નિયમ પણ હાલમાં લાગુ થશે નહીં. જો કે આરબીઆઈનું આ પગલું સિસ્ટમને વધારે સ્મૂધ અને જોખમમુક્ત બનાવવાની દ્રષ્ટિથી મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે.

સીટીએસ અંતર્ગત સીસીએસ ફ્રેમવર્કનો પ્રથમ ફેઝ 4 ઓક્ટોબર 2025થી લાગુ કર્યો હતો. તેમાં પરંપરાગત બેચ સિસ્ટમને ખતમ કરી દિવસભર એક જ સતત પ્રેઝેંટેશન વિંડો શરુ કરી છે. પહેલા ચેક નિશ્ચિત સમય પર બૈચમાં ક્લિયર થતા હતા, પણ હવે જેવું બેન્કને ચેક મળશે, તેનો સ્કેન કરેલી ઈમેજ અને MICR ડેટા ડાયરેક્ટ ક્લિયરિંગ હાઉસને મોકલવામાં આવશે. ડ્રોઈ બેન્ક ઇલેક્ટ્રોનિક રીતથી ચેકની તપાસ કરે છે અને અપ્રૂવલ અથવા રિઝેક્શન મોકલે છે. જો ક્ધફર્મેશન વિંડો ખતમ થવા સુધી બેન્ક તરફથી કોઈ જવાબ નથી આવતો, તો ચેક આપોઆપ અપ્રૂવ માનીને સેટલ કરી દેવામાં આવે છે.

ફેઝ 1 અંતર્ગત ચેક પ્રેઝેંટેશનનો સમય સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી કરવામાં આવે છે. વળી બેન્કો માટે ક્ધફર્મેશન અથવા રિઝેક્શન મોકલવાની વિંડો સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. આ ટાઈમ ફ્રેમમાં ક્લિયરિંગ અને સેટલમેન્ટની પ્રક્રિયા પૂરી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *