રશ્મિકા મંદાનાએ 400 પરિવારને કર્યા અડોપ્ટ

રશ્મિકા મંદાનાએ જરૂૂરિયાતમંદ પરિવારોને મદદ કરવા માટે ’પ્રોજેક્ટ અન્નપૂર્ણા’ નામની સેવાકીય પહેલ શરૂૂ કરી છે. આ પહેલના ભાગરૂૂપે તેણે 400 પરિવારોને દત્તક લીધા હોવાનો ખુલાસો…

રશ્મિકા મંદાનાએ જરૂૂરિયાતમંદ પરિવારોને મદદ કરવા માટે ’પ્રોજેક્ટ અન્નપૂર્ણા’ નામની સેવાકીય પહેલ શરૂૂ કરી છે. આ પહેલના ભાગરૂૂપે તેણે 400 પરિવારોને દત્તક લીધા હોવાનો ખુલાસો કર્યો છે અને એનો હેતુ આ પરિવારોને આર્થિક રાહત આપવાનો તેમ જ તેમને વધુ સારા ભવિષ્ય માટે બચત કરવા પ્રોત્સાહિત કરવાનો છે. રશ્મિકાએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ’તમે જે પાત્રો ભજવો છો એમાંથી કેટલીક બાબતો તમારા પર અસર કરતી હોય છે. મેં 400 પરિવારોને દત્તક લીધા છે. દરેક પરિવારને ત્રણ મહિના સુધી મદદ કરવામાં આવશે અને આગામી એક વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવાની મારી ઇચ્છા છે.

મને આશા છે કે આ પરિવારો કરિયાણાની ખરીદીમાં થતો ખર્ચ બચાવી શકશે અને એ નાણાંનો ઉપયોગ પોતાના ભવિષ્યને વધુ સારી રીતે ઘડવા અને એનું આયોજન કરવા માટે કરી શકશે.’ દયાનું એક નાનકડું કાર્ય પણ કોઈના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. એના માટે કંઈક બહુ મોટું કરવાની જરૂૂર નથી. ચાલો, આપણે સૌ કોઈ નાનકડી શરૂૂઆત કરીએ. મારો વિશ્વાસ કરો, આ બધાં સ્મિતો અમૂલ્ય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી કામ દરમ્યાન મારે જે રાતોની ઊંઘ ગુમાવવી પડી છે, જે ઈજાઓ થઈ છે, જે સંઘર્ષ કરવા પડ્યા છે, જે પીડા સહન કરી છે, જે આંસુ વહાવ્યાં છે અને જે કંઈ પણ વેઠવું પડ્યું છે એ બધાની સામે આ સ્મિતની કોઈ કિંમત નથી. આ ખરેખર અમૂલ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *