વિક્કી કૌશલ-અનન્યા પાંડેની એન્ટ્રી થશે
બોલિવૂડ ફિલ્મ ગલી બોયની સિક્વલ બનવા જઈ રહી છે. ઝોયા અખ્તર ની આ સુપરહિટ ફિલ્મ માં આલિયા ભટ્ટ અને રણવીર સિંહની જોડી હતી. પરંતુ આ સિક્વલ માં રણવીર-આલિયા ની જોડી જોવા નહીં મળે. એવી માહિતી સામે આવી રહી છે કે આ ફિલ્મ માં રણવીર-આલિયા નહીં પરંતુ એક ફ્રેશ જોડી ને લેવામા આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝોયા અખ્તર ની ફિલ્મ ગલી બોય ની સિક્વલ બનાવવામાં આવશે. ફિલ્મ વિશેની નવી માહિતી મુજબ, આલિયા અને રણવીર સિંહ આ ફિલ્મમાં જોવા નહીં, તેના બદલે આ વખતે ફિલ્મમાં એક નવી જોડી જોવા મળશે, રિપોર્ટ મુજબ ગલી બોય ની સિક્વલ માટે વિક્કી કૌશલ અને અનન્યા પાંડે સાથે વાતચીત ચાલી રહી છે.ગલી બોયની સિક્વલનું દિગ્દર્શન અર્જુન વરૈન સિંહ કરી શકે છે.