ગુજરાત

સોમવારે રંગીલું રાજકોટ રંગાશે કાનુડાનાં રંગમાં

Published

on

શનિવારે કાન-ગોપી રાસ મંડળી, રવિવારે રાજભા ગઢવી, પૂનમબેન ગોંડલિયા સહિતના કલાકારોના કંઠે ડાયરાની રમઝટ બોલાશે: ધર્મસભા બાદ 22 કિ.મી. લાંબી પર્યાવરણ આધારિત થીમ બેઇઝ ભવ્ય રથયાત્રા રાજમાર્ગો પર વહન કરશે

વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 38 વર્ષથી અવિરત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 39મી શોભાયાત્રાનું અભુતપૂર્વ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.વિશેષમાં આ વર્ષ વિ.હિ.5. ની સ્થાપનાના 60 મું વર્ષ પૂર્ણ થઈ રહયું હોય કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ વ્યાપી રહયો છે. છેલ્લા એકાદ મહિનાથી વિવિધ સમિતિના સભ્યો, હોદેદારો, કાર્યકરોની ફૌજ કાર્યરત રહી શોભાયાત્રાને ભવ્યાતીભવ્ય બનાવવા માટે કાર્ય કરી રહી છે. આગામી તા. 26 ને સોમવારના રોજ ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટય દિન એવા જન્માષ્ટમી પ્રસંગે સવારે 8-00 કલાકે મવડી ચોકડી ખાતે એક ધર્મસભાનું આયોજન કરવામાં આવશે. ધર્મસભામાં ધર્માધ્યક્ષ તરીકે એસ.જી.વી.પી ગુરૂૂકુળના સ્વામી બાલકૃષ્ણદાસજી બિરાજશે. મુખ્ય વકતા તરીકે વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત ક્ષેત્રના સંગઠન મંત્રી શ્રીરંગ રાજે પ્રાસંગીક ઉદ્બોધન પાઠવશે.


મહોત્સવ સમિતિના અધ્યક્ષની જવાબદારી રાજદિપસિંહ જાડેજા (રાજાભાઈ, વાવડી) તથા કાર્યકારી અધ્યક્ષ તરીકે તિર્થરાજસિંહ એચ. ગોહેલ (ત્રાપજ) નિભાવી રહયાં છે. તેમજ રથયાત્રા અધ્યક્ષ તરીકે વિજયભાઈ વાંક જવાબદારી સુપેરે નિભાવી રહયાં છે. તેમજ યાત્રા સંયોજક તરીકે બંકીમભાઈ નિભાવી રહયાં છે તથા મુખ્ય રથના સંયોજક તરીકે ઘીરૂૂભાઈ વીરડીયા નિભાવી રહયાં છે. આ તકે આ ધર્મસભામાં અનેક રાજકીય અને સામાજીક આગ્રણીઓ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેનાર છે તે ઉપરાંત અનેક સાધુ સંતો તથા રાજકીય સામાજીક આગેવાનો ઉપસ્થિત રહી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવશે.


આ વખતની 39મી શોભાયાત્રાની આછેરી ઝલક જોઈએ તો રાજકોટના મવડી ચો. ખાતેથી શરૂૂ થનારી આ શોભાયાત્રા તેના પરંપરાગત રૂૂટ ઉપર રાજકોટના મુખ્ય માર્ગો ઉપર ફરીને બાલક હનુમાન મંદિર, પેડક રોડ ખાતે સમાપન થશે. આ શોભાયાત્રામાં મોટી. સંખ્યામાં નાના-મોટા વાહન, ઘોડે સવારો તથા 30 જેટલી ટ્રાઈસીકલ વાહન લઈને સક્ષમ ગ્રુપના દિવ્યાંગ સભ્યો પ્રથમવાર આ શોભાયાત્રામાં જોડાશે. ઉપરાંત ધ્યાનાકર્ષક એવું બેન્ડ કે જેના સાંજીંદાઓ ખાસ બનાવેલા ડબલ ડેકર ઓપન એર બસ માં લાઈવ પરફોર્મન્સ આપશે. જે માણવું પણ એક નવીનતમ લ્હાવો છે. સાથે હજારો લોકો, સંસ્થાઓ, મંડળો, ગ્રુપ, શૈક્ષણિક સંસ્થાઓ અને કાર્યકરો જોડાશે. શોભાયાત્રાનું રાજકોટના રાજમાર્ગોના રૂૂટ પર ઠેર ઠેર અનેક સંસ્થાઓ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના વધામણા થશે રાજકોટની અનેક સેવાભાવી સંસ્થા, યુવા મંડળો, વેપારી મંડળો દ્વારા રથયાત્રામાં જોડાનાર લોકો માટે પ્રસાદ, પાણી, શરબત, ફળાઆહાર, લસ્સી સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવશે. પોલીસ ડિપાર્ટમેન્ટ સમગ્ર રૂૂટમાં ટ્રાફીક સંચાલન અને સુરક્ષા પુરી પાડવાનું કાર્ય કરશે. આ શોભાયાત્રાના વિવિધ ફલોટસ તથા ભગવાન શ્રીકૃષ્ણની મુખ્ય પ્રતિમાના દર્શનનો લાભ લેવા અબાલ-વૃધ્ધ, ભાઈઓ-બહેનો સહિતના તમામ લોકો અને હિન્દુ સમાજ બહોળી સંખ્યામાં ઉમટી પડશે.


યાત્રાની શરૂૂઆતમાં યુવાનો કેશરી સાફા અને એક સરખા યુનિફોર્મ સાથે આપણો રાષ્ટ્રધ્વજ લઈને રથયાત્રામાં જોડાશે. ત્યારબાદ નવીનતમ ડબલ ડેકર લાઈવ ડી.જે. જે ખાસ મહેસાણાથી જોડાશે, ત્યારબાદ ગાયત્રી પરિવાર, બોલબાલા ટ્રસ્ટ, સરસ્વતી શીશુ મંદિર, રાધે-શ્યામ ગૌશાળ, બાલક હનુમાન મંદિર, રંગીલા ધુન મંડળ જેવા નામી-અનામી ગ્રૂપ મંડળના ફલોટ શોભાયાત્રામાં જોડાયે રર કિ.મી. જેટલા લાંબા રથયાત્રાના રૂૂટ પર અનેક સમાજ, જ્ઞાતિ દ્વારા ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત ઉમળતાભેર કરવામાં આવશે. અનેક મંડળો આગામી તા. 24 ના રોજ રાત્રે 9-00 કલાકે વીવાયઓ હવેલી પાસે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે, મવડી ખાતે રાજકોટમાં જેની પ્રસ્તુતી થવા જઈ રહી છે તેવા 25 થી વધુ કલાકારો અને સાંજીદાઓન કાફલા સાથે કાન-ગોપી રાસ મંડળ યોજાવા જઈ રહયો છે. અચુક માણવા જેવો આ કાર્યક્રમ જન્માષ્ટમી નિમિતે થવા જઈ રહયો છે ત્યારે આ નવીનતમ કાર્યક્રમને માણવા માટે પ્રજાજનોમાં ખૂબ ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. ગીતો, દુહા, છંદોની સાથે સંગીતની જમાવટ કરતો જેમાં કલાકારો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જીવન કવનને વિષય બનાવીને ભજવામાં આવતા આ રાસ-મંડળમાં પુરૂૂષ કલાકારો સ્ત્રીઓના આબેહુબ પાત્રો ભજવશે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી અપેક્ષા હોય જે માટે ખુબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version