ગુજરાત

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

Published

on

કેપેસિટીઝ પ્રોજેક્ટ ફેઝ-2 અંતર્ગત વર્કશોપ યોજાયો

ઇકલી સાઉથ એશિયા દ્વારા તા.18 અને 19 સપ્ટેમ્બર 2024ના રોજ આયોજિત મલ્ટી લેવલ એક્શન ફોર કલાઈમેન્ટ રેસિલીયન્ટ સિટીઝના વિષય અન્વયે કેપેસિટીઝ પ્રોજેક્ટ ફેઇઝ-2 વર્કશોપમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, નાયબ મ્યુનિસિપલ કમિશનર સી.કે.નંદાણી, કોર્પોરેટર ડો.રાજેશ્રીબેન ડોડીયા, વર્ષાબેન રાણપરા ન્યુ દિલ્હી ખાતે ઉપસ્થિત રહી, ભાગ લીધેલ છે.


રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ વિશેષ વિગતો રજુ કરતા જણાવે છે કે, સાતત્યપૂર્ણ શહેરી વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ ઈકલી સાઉથ એશિયા સાથે ભાગીદારી (એમઓયુ) કરેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પાર્ટનરો; જેમ કે, ઈકલી સાઉથ ઓશિયા અને જઉઈ(જૂશતત અલયક્ષભુ રજ્ઞિ ઉયદયહજ્ઞાળયક્ષિં ફક્ષમ ઈજ્ઞજ્ઞાયફિશિંજ્ઞક્ષ)ની મદદથી ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેર અનેક પ્રોજેક્ટમાં સાતત્યપૂર્ણ પહેલ કરવામાં રાષ્ટ્રીય નેતૃત્વ કરતું રહ્યું છે.


રાજકોટ મહાનગરપાલિકા અને ઈકલી સાઉથ એશિયા દ્વારા સતત ક્રિટીકલ અર્બન સેક્ટર્સ જેવા કે, પર્યાવરણ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એર ક્વોલિટી, વોટર સપ્લાય તથા ડ્રેનેજ મેનેજમેન્ટ માટે નેટ ઝીરો ટાર્ગેટ પર કામ કરવામાં આવી રહેલ છે. ઈફાફઈઈંઝઈંઊજ પ્રોજેકટ થકી રાજકોટ શહેર માટે ક્લાઈમેટ રેસિલિયન્સની દિશામાં જુદા જુદા પગલા લેવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેર માટે ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાન બનાવેલ છે.


આ વર્કશોપમાં જુદા જુદા વિષય નિષ્ણાંતોના લેકચરનું આયોજન કરેલ છે. જેમાં, કેપેસિટીઝ પ્રોજેક્ટ ફેઇઝ-2 અંતર્ગત કરવામાં આવેલ કામગીરી, નેટ ઝીરો મેથડોલોજી, ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાનિંગ-ચેલેન્જીસ, બેન્કાબીલિટી એનાલિસીસ, જુદા જુદા શહેરોના પ્રોજેક્ટ અન્વયે ઓવરવ્યું, તમિલનાડુના વેસ્ટ ટુ બાયો સી.એન.જી. પ્રોજેક્ટ્સની બેસ્ટ પ્રેકટીસીઝ અને કેસ સ્ટડીઝ, ઇન્ટરનેશનલ એન્ડ નેશનલ બેસ્ટ પ્રેકટીસીસ ફોર લો કાર્બન કલાઈમેટ રેસિલિઅન્ટ ડેવલોપમેન્ટ વિશે ભારત-સ્વિઝરલેન્ડ દેશના નિષ્ણાંત વક્તાનું લેકચર, એક્સેસિંગ કલાઈમેટ ફાઈનાન્સ-એક્શન પ્લાન્સ ઓફ ફાયનાન્સીયલ ઇન્સ્ટીટયુશન વગેરે બાબતો અંગે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પુરૂં પાડવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version