IRCTC દ્વારા વેન્ડરને પેન્ટ્રી કારમાં ઇન્ડકશન સ્ટવ પર રસોઇ કરવા મંજૂરી
અમેરિકા-ઈરાન અને મધ્ય પૂર્વના સંઘર્ષની અસર હવે ભારતીય રેલ્વેની કેટરિંગ સેવા પર પડી રહી છે. વ્યાપારી LPG સિલિન્ડરની તીવ્ર અછતને કારણેIndian Railway Catering and Tourism Corporation (IRCTC)એ ટ્રેનમાં ચાલતી હાલતમાં રસોઈ ફરી શરૂૂ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રથા કેટલાક વર્ષો પહેલાં બંધ કરવામાં આવી હતી, પરંતુ હવે વીજળીથી ચાલતા ઇન્ડક્શન સ્ટવનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મધ્ય પૂર્વમાં ફેબ્રુઆરી 28થી શરૂૂ થયેલા US-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં ઊર્જા પુરવઠાને વિક્ષેપ પડ્યો છે. આનાથી વ્યાપારી LPGની સપ્લાયમાં તંગી સર્જાઈ છે. IRCTC દરરોજ લગભગ 1400 ટ્રેનોમાં 17 લાખથી વધુ ભોજનની સેવા આપે છે, જેને જાળવી રાખવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. IRCTCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજયકુમાર જૈને જણાવ્યું કે, વેન્ડર્સના LHB પેન્ટ્રી કારમાં રસોઈ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
આ કારોમાં સુરક્ષા વ્યવસ્થા પહેલેથી જ હાજર છે. હવે ટ્રેન ચાલતી હાલતમાં વીજળીના ઉપયોગથી ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે. મોટા રેલ્વે સ્ટેશનો પર પણ ઇન્ડક્શન કુકિંગની વ્યવસ્થા શરૂૂ કરવામાં આવી છે.
રેલ્વે અધિકારીઓએ જણાવ્યું કે, રાષ્ટ્રીય કેટરિંગ નેટવર્ક માટે દરરોજ લગભગ 1000 વ્યાપારી LPG સિલિન્ડરની જરૂૂર પડે છે. અછતને કારણે IRCTC એ ફૂડ પ્લાઝા, રિફ્રેશમેન્ટ રૂૂમ અને જન આહાર આઉટલેટ્સને ઇન્ડક્શન કુકટોપ અને માઈક્રોવેવ ઓવન અપનાવવાનો આદેશ આપ્યો છે. આના પરિણામે રેલ્વે કિચનમાં લગભગ 60% રસોઈ વીજળી આધારિત બની ગઈ છે.
