ટીએમસી, સપાનો પણ ટેકો: ત્રણ ભાષાની નીતિ મામલે શિક્ષણ પ્રધાનને તામિલનાડુના નેતાઓને અસંસ્કારી કહેતા હોબાળો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં મતદાર યાદીમાં થયેલી ગેરરીતિઓ પર ચર્ચાની માંગ કરી હતી. રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે આ મુદ્દે ચર્ચા કરવાની જરૂૂર છે. જ્યારે અન્ય ઘણા સભ્યોએ પણ આવી જ માંગ ઉઠાવી હતી, ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મજાકમાં પૂછ્યું હતું કે શું મતદાર યાદી સરકાર બનાવે છે. જો સરકાર ન બનાવે તો અહીં ચર્ચા કરવાની શું જરૂૂર છે. તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે અમે તમારી દલીલ સ્વીકારીએ છીએ કે સરકાર મતદાર યાદી તૈયાર કરતી નથી. પરંતુ અમે આ મુદ્દે ચર્ચાની માંગ કરીએ છીએ. ગાંધીએ કહ્યું કે સમગ્ર વિપક્ષ મતદાર યાદી પર ચર્ચાની માંગ કરી રહ્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, આખા દેશમાં મતદાર યાદીને પ્રશ્નાર્થમાં રાખવામાં આવી રહી છે. દરેક રાજ્યના વિપક્ષે એક અવાજે આના પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં મહારાષ્ટ્ર પણ સામેલ છે. અગાઉ, તૃણમૂલ કોંગ્રેસના સભ્ય સૌગત રોયે જણાવ્યું હતું કે મતદાર યાદીમાં કેટલીક ખામીઓ છે અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ માહિતી આપી છે કે મુર્શિદાબાદ અને બર્ધવાન સંસદીય ક્ષેત્ર અને હરિયાણામાં સમાન ઇલેક્ટોરલ ફોટો આઇડેન્ટિટી કાર્ડ (ઊઙઈંઈ) નંબર ધરાવતા મતદારો છે.
રોયે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ મતદાર યાદી અંગે પોતાની ચિંતાઓ જણાવવા નવનિયુક્ત મુખ્ય ચૂંટણી કમિશનરને મળી રહ્યું છે. તેમણે ખાસ કરીને આવતા વર્ષે પશ્ચિમ બંગાળ અને આસામમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા મતદાર યાદીની સંપૂર્ણ સમીક્ષા કરવાની માંગ કરી હતી. ટીએમસી સાંસદે કહ્યું કે મતદાર યાદીમાં કેટલીક ગંભીર ખામીઓ છે. તેમણે કહ્યું કે આ મહારાષ્ટ્રના સંદર્ભમાં છે, જ્યાં મતદાર યાદીમાં છેડછાડ કરવામાં આવી હતી. આ બાબત હરિયાણામાં પણ દર્શાવવામાં આવી હતી. હવે તેઓ પશ્ચિમ બંગાળ અને આસામમાં પણ આવું જ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યાં આવતા વર્ષે ચૂંટણી યોજાવા જઈ રહી છે.
સોમવારે સંસદમાં બજેટ સત્ર દરમિયાન ત્રણ ભાષાની નીતિના મુદ્દે ભારે હોબાળો થયો હતો.
એક તરફ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તમિલનાડુ સરકાર પર શિક્ષણ નીતિના મુદ્દે જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. તે જ સમયે, શાસક ડીએમકે એટલે કે દ્રવિડ મુનેત્ર કઝગમે પ્રધાન પર તમિલનાડુનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો અને ફંડ રોકવાની વાત કરી. જોકે, ડીએમકે સાંસદના વાંધો બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું છે. પ્રધાન તામિલનાડુના નેતાઓને અસંસ્કારી કહીને ડીએમકે સાંસદોએ હોબાળો મચાવ્યો હતો.
સરકારે વધારાના 51463 કરોડના ખર્ચ માટે સંસદની મંજૂરી માગી
4 સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં વધારાના 51463 કરોડના ખર્ચ માટે સંસદની મંજુરી માગી હતી. જેનો મોટો હિસ્સો પેન્શન અને ખાતર પરની સબસીડી પાછળ જશે.
4 રાજયસભામાં મણીપુરનું બજેટ આજે નાણામંત્રીએ રજુ કર્યું હતું.
4 રાજયસભામાં અશ્વિની વૈશ્ર્નવે રેલવે સુરક્ષા બિલ, 2024 રજુ કર્યું