400 ગ્રામ ચાંદીમાંથી બનાવ્યું રફાલ, દેશ-વિદેશથી ઓર્ડર

વારાણસીના એક જાણીતા શિલ્પકારે ચાંદી અને ગુલાબી મીનાકારીથી ફાઇટર જેટ વિમાન રફાલનું એક આકર્ષક મોડલ તૈયાર કર્યું છે. ગુલાબી મીનાકારીના નેશનલ અવોર્ડ વિજેતા કારીગર કુંજ…

વારાણસીના એક જાણીતા શિલ્પકારે ચાંદી અને ગુલાબી મીનાકારીથી ફાઇટર જેટ વિમાન રફાલનું એક આકર્ષક મોડલ તૈયાર કર્યું છે. ગુલાબી મીનાકારીના નેશનલ અવોર્ડ વિજેતા કારીગર કુંજ બિહારી સિંહે આ અનોખી કલાકૃતિ બનાવી છે. આ લડાકુ વિમાનની પ્રતિકૃતિની કિંમત આશરે એક લાખ રૂૂપિયા અંકાઈ છે. આ મોડલ સામે આવતાં જ દેશ-વિદેશમાંથી એને ખરીદવા માટે ભારે ધસારો જોવા મળ્યો છે અને અત્યાર સુધીમાં 100 જેટલા ઑર્ડર મળી ચૂક્યા છે.

કુંજ બિહારી સિંહનું કહેવું છે કે ’આશરે 600 ગ્રામ વજન ધરાવતા આ મોડલમાં 400 ગ્રામ શુદ્ધ ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એના પર બારીક ગુલાબી મીનાકારી કરવામાં આવી છે. આખું મોડલ તૈયાર થતાં એક મહિના જેટલો સમય લાગ્યો હતો. વિમાનની તસવીરો સોશ્યલ મીડિયા અને ગ્રાહકો સુધી પહોંચતાં જ અમેરિકાના કેલિફોર્નિયાથી તેમ જ ઑસ્ટ્રેલિયાથી પણ ડિમાન્ડ આવી છે. આ સફળતા સરકારની વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) યોજનાની સુંદરતા દર્શાવે છે. અગાઉ તેમણે બ્રહ્મોસ મિસાઇલનું મોડલ બનાવીને લોકપ્રિયતા મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *