ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લગતા ખરાબ સમાચાર છે. 650 કરોડની કમાણી કરનાર રજનીકાંતની ફિલ્મ કબાલીના નિર્માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. તેલુગુ ફિલ્મ નિર્માતા કેપી ચૌધરી સોમવારે ઉત્તર ગોવાના એક ગામમાં ભાડાના મકાનમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે આ માહિતી આપી હતી.
આ અંગે માહિતી આપતાં પોલીસ અધિક્ષક અક્ષત કૌશલે જણાવ્યું કે તેલુગુમાં રજનીકાંત અભિનીત ફિલ્મ કબાલી માટે જાણીતા કેપી ચૌધરી (44)નો મૃતદેહ સિઓલીમ ગામમાં ભાડાના મકાનમાં લટકતો મળી આવ્યો હતો.2 કલાક અને 2 મિનિટની આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મે 80.43 કરોડની કમાણી કરી, સાઉથ બે વાર કોપી કરી, ચૌધરીની કારકિર્દીમાં પતન તે ડ્રગના કેસમાં ધરપકડ થયા પછી શરૂૂ થયું હતું. આ ઘટનાએ તેમને ખૂબ જ પરેશાન કર્યા હતા. જેના કારણે તેમની પર્સનલ જ નહીં પરંતુ પ્રોફેશનલ લાઈફ પણ ખૂબ પ્રભાવિત થઈ હતી. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે નવી શરૂૂઆતની શોધમાં ગોવા ગયો હતો અને ત્યાં એક ક્લબ ખોલવાની યોજના હતી.