ગઇકાલે શેર બજારમાં 1200 પોઇન્ટના કડાકા બાદ આજે વૈશ્વિક બજારોના પોઝીટીવ સંકેતોને કારણે ભારતીય શેર બજારમાં પણ 550 પોઇન્ટનો ઉછાળા સાથે ખુલ્યુ હતું. આજે સવારના સત્રથી સેન્સેકસ અને નિફટીની સાથે સાથે નીફટી બેંક અને મીડકેપ નીફટીના શેરોમાં ખરીદી જોવા મળી હતી. જેના પગલે શેરબજારમાં મોટાભાગના શેર ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા.
સેન્સેકસ 550 પોઇન્ટ વધીને 82807 સુધી પહોંચ્યો હતો જયારે નીફટી પણ 200 પોઇન્ટ વધીને 25615 પર જોવા મળી હતી. જો કે બજાર ટકી શક્યુ ન હતુ અને સેન્સેકસમાં 500 પોઇન્ટો ઘટાડો જોવા મળ્યો હતો. જયારે નિફટી પણ 170 પોઇન્ટી ઘટીને 25470 પર પહોંચી ગઇ હતી. ગઇકાલે આઇટી કંપનીના શેરોમાં ધોવાણ થયા બાદ આજે તમામ આઇટી કંપનીના શેરોમાં ખરીદી જોવા મળી હતી. આજે ઓરેકલ ફીન સર્વના શેરમાં રૂા.110નો વધારો જોવા મળ્યો હતો. જયારે ઇન્ફોસીસમાં એચસીએલમાં રૂા.36, ટીસીએસમાં રૂા.65નો વધારો નોંધાયો છે. જયારે વીપ્રો કંપનીના શેર પણ રૂા.5નો વધારો થતા 205 પર પહોંચ્યો છે.
આ ઉપરાંત અદાણી જુથ, રીલાયન્સ તેમજ અન્ય ઓઇલ કંપનીના શેર પણ ગ્રીન ઝોનમાં જોવા મળી રહ્યા છે. બીજી બાજુ સોના-ચાંદીમાં ગત રાતે ઘટાડા બાદ આજે રીકવરી જોવા મળી હતી. સોનામાં રૂા.1500 વધીને 161400 પર પહોંચ્યો છે. જયારે રાજકોટની બજારમાં સોનાનો ભાવ 164950 પર જોવા મળી રહ્યો છે. ચાંદીમાં આજે રૂા.7500 વધીને વાયદા બજારમાં 267950 પર જોવા મળી રહ્યો છે. જયારે હાજર ભાવ 278340 જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 5188 ડોલર અને ચાંદી 91.00 ડોલર પર પહોંચ્યો છે.
