દાદાનું નામ ન બતાવ્યું તો પોલીસે 41 સેક્ધડમાં મારી દીધા 31 લાફા

ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાની મૌરાનીપુરકોતવાલીમાં ટેનત એક ઇન્સ્પેકટરનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસ અધિકારી ફરિયાદ લઈને આવેલા વ્યક્તિ સાથે મારપીટ અને ગાલીગલોચ…

ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાની મૌરાનીપુરકોતવાલીમાં ટેનત એક ઇન્સ્પેકટરનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસ અધિકારી ફરિયાદ લઈને આવેલા વ્યક્તિ સાથે મારપીટ અને ગાલીગલોચ કરતો દેખાય છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ વિભાગે એક્શન લીધી. આરોપી ઇન્સ્પેકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેના વિરુદ્ધ વિભાગીય કાર્યવાહીના આદેશ આપ્યા છે.

મળતી માહિતી અનુસાર પોલીસ સ્ટેશનમાં મૌરાનીપુર વિસ્તારના ધમાના ગામના એક વ્યક્તિ પોતાની પત્ની વિરુદ્ધ ફરિયાદ લઈને પહોંચ્યા હતા. સાથે તેનો મિત્ર સતેન્દ્ર પણ હતો. આ દરમિયાન કોતવાલીમાં રહેલો ઇન્સ્પેકટર સુધાકર શાક્યએ ફરિયાદી દરમિયાન આવેલા વ્યક્તિને તેનું નામ પૂછ્યું. આ બાદ ફરિયાદીના પિતાનું નામ પૂછ્યું. વ્યક્તિએ બધું જ કહી દીધું. બાદમાં આરોપી અધિકારીએ દાદાનું નામ પણ પૂછી લીધું. યુવકે કહ્યું કે તેમનું નિધન તેના જન્મ પહેલાં થઈ ગયું હતું.

નામ નથી ખબર.આ જવાબમાં પોલીસ અધિકારી ભડકીને યુવકને ગાળો આપવાની શરૂૂ કરે છે. આ બાદ પોતાની સીટ પરથી ઊભો થઈને મારવા લાગે છે. વીડિયોમાં અધિકારીનું અસભ્ય વર્તન કરતો જોવા મળે છે. આ દરમિયાન નજીક બેઠેલા વ્યક્તિએ સમગ્ર ઘટના રેકોર્ડ કરી લીધો. જે દાવો કરે છે કે 41 સેક્ધડમાં તે વ્યક્તિને સુધાકરે 31 લાફા માર્યા. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અધિકારી જ્યારે યુવકને મારતો હોય છે તો પીડિત પૂછે છે કે તેને કેમ મારી રહ્યો છે. ઇન્સ્પેક્ટર વિના કોઈ જવાબ આપ્યા સતત લાફા મારે છે. વીડિયો સામે આવ્યા બાદ વિભાગે તેના વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *