વડાપ્રધાન મોદીનો SPGને ક્ધવોય અડધો કરવા આદેશ, સરકારી વિભાગોને ખર્ચ ઘટાડવા સૂચના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કારકોન્વોય (કેડ)નું કદ અડધું કરવાનો આદેશ આપ્યો છે. આ મોટું પગલું સરકારી ખર્ચમાં બચત અને ઓસ્ટેરિટી (ખર્ચ ઘટાડવા)ના સંદેશને મજબૂત કરવા…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કારકોન્વોય (કેડ)નું કદ અડધું કરવાનો આદેશ આપ્યો છે. આ મોટું પગલું સરકારી ખર્ચમાં બચત અને ઓસ્ટેરિટી (ખર્ચ ઘટાડવા)ના સંદેશને મજબૂત કરવા માટે લેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ને ક્ધવોયમાં કારોની સંખ્યા 50% ઘટાડવા જણાવ્યું છે.

SPGએ આ સૂચનાનો અમલ શરૂૂ કરી દીધો છે. સુરક્ષાના નિયમો (બ્લુ બુક)નું પાલન કરતાં ક્ધવોયને વધુ સ્લિમ બનાવવામાં આવી રહ્યો છે. તાજેતરના વિદેશી મુલાકાતો દરમિયાન કારકોન્વોયનું કદ નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવ્યું હતું. વડાપ્રધાને નવી કાર ખરીદવાને બદલે વર્તમાન ફ્લીટમાં વધુ ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવાનું પણ સૂચવ્યું છે. હૈદરાબાદની મુલાકાત દરમિયાન વડાપ્રધાને લોકોને બળતણ અને સોનાના વપરાશમાં ઘટાડો કરવાની અપીલ કરી હતી. તેમનું આ પગલું સરકારી અધિકારીઓ અને વિભાગો માટે ઉદાહરણરૂૂપ છે. સૂત્રોએ કહ્યું કે વડાપ્રધાનનું આ નેતૃત્વ અન્ય તમામ વિભાગોને ઝડપથી અનુસરવા માટેનો સંકેત છે.

મંત્રાલયો અને વિભાગો આગામી દિવસોમાં ઓસ્ટેરિટી માપદંડ અમલમાં મૂકવા તૈયારી કરી રહ્યા છે. આમાં કર્મચારીઓને મેટ્રોનો વધુ ઉપયોગ, કારપુલિંગ અને મોટા બેન્ક્વેટ ટાળવાની સલાહ સામેલ છે. એક અધિકારીએ કહ્યું, બળતણ બચાવવા માટે તમામ વિભાગોમાં ચર્ચા ચાલી રહી છે. અનાવશ્યક મુસાફરી ઘટાડવી, કારપુલિંગ અને અન્ય ઉપાયો અમલમાં મૂકવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *