વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ફ્રાન્સના પ્રવાસે છે. ત્યારબાદ તેઓ અમેરિકા માટે રવાના થશે. ત્યારે હવે પીએમ મોદીના બે દિવસીય અમેરિકા પ્રવાસ પહેલા તેમના વિમાનને આતંકવાદી હુમલાની ધમકી મળી છે. પમુંબઈ પોલીસ કંટ્રોલ રૂૂમમાં એક ધમકીભર્યો કોલ આવ્યો હતો, તેમાં ચેતવણી આપવામાં આવી કે, આતંકવાદી વડાપ્રધાન મોદીના વિમાન પર હુમલો કરી શકે છે.
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે અન્ય એજન્સીઓને જાણ કરી અને તપાસ હાથ ધરી હતી. આ મામલે મુંબઈ પોલીસે જણાવ્યું કે, મુંબઈ પોલીસ કંટ્રોલ રૂૂમમાં ધમકીભર્યો કોલ કરનાર વ્યક્તિની ચેમ્બુર વિસ્તારમાંથી અટકાયત કરી લેવામાં આવી છે. આ વ્યક્તિ માનસિક રીતે બીમાર છે. આ પહેલી વાર નથી જ્યારે પીએમ મોદીને આ પ્રકારની ધમકી મળી છે. આ પહેલા પણ પીએમ મોદીને ઘણી વાર જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે.