ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ-ડીઝલ-ગેસ સળગ્યા

પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાતો રાત 3 રૂપિયા અને CNGના ભાવમાં રૂા.2નો વધારો ઝીંકાતા લોકોમાં ભારે દેકારો દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા અને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ…

પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાતો રાત 3 રૂપિયા અને CNGના ભાવમાં રૂા.2નો વધારો ઝીંકાતા લોકોમાં ભારે દેકારો

દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા અને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ મોંઘવારીનો બોંબ ફુટયો છે અને દૂધ બાદ આજથી પેટ્રોલ-ડીઝલ અને સીએનજીનાં ભાવમાં રાતોરાત વધારો ઝીંકી દેવામાં આવતાં લોકોમાં ભારે દેકારો મચી જવા પામેલ છે તેમજ વિરોધપક્ષોએ પણ સરકાર ઉપર પસ્તાળ પાડી છે.
ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂા.3.14નો વધારો થતાં નવા રૂા.97.29 થી રૂા.97.49 થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિલટિર રૂા.3.11નો વધારો થતાં નવો ભાવ રૂા.93.08 થી 93.37 થયો છે. સીએનજીના ભાવમાં કિલોએ રૂા.બેનો વધારો થતાં નવો એક કિલોનો ભાવ 93 રૂપિયાને પાર થઈ ગયો છે.

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં થયેલા ઉછાળાની સીધી અસર હવે સામાન્ય જનતાના ખિસ્સા પર પડી રહી છે. લાંબા સમયની સ્થિરતા બાદ, દેશભરમાં ઇંધણના ભાવમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. લેટેસ્ટ અપડેટ મુજબ, પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹3.14 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹3.11 નો વધારો કરવામાં આવ્યો છે.

આ ભાવવધારા બાદ ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં ઇંધણની કિંમતો નવી સપાટીએ પહોંચી છે. અમદાવાદમાં અત્યાર સુધી પેટ્રોલનો ભાવ ₹94.29 પ્રતિ લિટર હતો, જે હવે વધીને ₹97.49 થયો છે. તેવી જ રીતે, ડીઝલ જે અગાઉ ₹89.95 ના ભાવે મળતું હતું, તે હવે ₹93.26 પ્રતિ લિટરના ભાવે વેચાશે. નોંધનીય છે કે ઇંધણના ભાવમાં આટલો મોટો ફેરફાર લગભગ 4 વર્ષના ગાળા બાદ જોવા મળ્યો છે.

ઇંધણના ભાવમાં આ અચાનક ઉછાળા પાછળ ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ તથા વૈશ્વિક અસ્થિરતા મુખ્ય કારણ માનવામાં આવે છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે સપ્લાય ચેઇન ખોરવાઈ છે. આ આંતરરાષ્ટ્રીય કટોકટીના પગલે કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ના ભાવ જે અગાઉ પ્રતિ બેરલ 70 ની આસપાસ હતા, તે વધીને હવે 126 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે.

આ ભાવવધારા અગાઉ ભારતની સરકારી તેલ કંપનીઓને પ્રતિ દિવસ ₹1,000 કરોડનું નુકસાન સહન કરવું પડતું હતું, જે માસિક ધોરણે અંદાજે ₹30,000 કરોડ જેટલું થવા જાય છે. કંપનીઓની આ આર્થિક સ્થિતિને જોતા સરકારે આખરે ભાવવધારાનો નિર્ણય લેવો પડ્યો છે. એક તરફ મોંઘવારી વધી રહી છે, તો બીજી તરફ ભારતીય રૂૂપિયો પણ અમેરિકી ડોલર સામે નબળો પડી રહ્યો છે. હાલમાં રૂૂપિયો ડોલર સામે 95 ના સ્તરથી નીચે ગગડ્યો છે.

આ આર્થિક કટોકટી અને વિદેશી હૂંડિયામણના ઘટતા ભંડારને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ખાસ અપીલ કરી છે. પીએમ મોદીએ ઇંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા, સોનાની ખરીદી પર નિયંત્રણ રાખવા અને બિનજરૂૂરી વિદેશ પ્રવાસ મુલતવી રાખવા અનુરોધ કર્યો છે, જેથી દેશના વિદેશી હૂંડિયામણને બચાવી શકાય.

ચૂંટણીઓ પૂરી થતાં જ મોદી સરકારની ‘વસૂલાત’ શરૂ : કોંગ્રેસ
કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધારા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. આ ભાવ વધારાને ’મોદીની વસૂલાત’ ગણાવીને વિપક્ષે સોશિયલ મીડિયા પર મોરચો ખોલ્યો છે.
કોંગ્રેસે પોતાના ટ્વિટમાં આરોપ લગાવ્યો છે કે ચૂંટણીઓ પૂરી થતાની સાથે જ મોદી સરકારની ’વસૂલાત’ શરૂૂ થઈ ગઈ છે. મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીને કારણે તેલના ભાવ વધ્યા હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ કોંગ્રેસે તેને જનતા પર લાદવામાં આવેલો આર્થિક બોજ ગણાવ્યો છે. આ ભાવ વધારાને કારણે સામાન્ય જનતાના પરિવહન ખર્ચ અને જીવનજરૂૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *