‘જે લોકો ઘૂસણખોરોની આરતી કરે છે…’, સસ્તા સિલિન્ડર અંગે કોંગ્રેસના નેતાના નિવેદન પર PM મોદીએ કર્યા આકરા પ્રહારો

ભાજપે કોંગ્રેસના નેતા ગુલામ અહેમદ મીરના ‘ઘૂસણખોરોને પણ સિલિન્ડર આપવાના’ નિવેદનને લઈને કોંગ્રેસ પર પ્રહારો શરૂ કર્યા છે. કોંગ્રેસ પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે…

ભાજપે કોંગ્રેસના નેતા ગુલામ અહેમદ મીરના ‘ઘૂસણખોરોને પણ સિલિન્ડર આપવાના’ નિવેદનને લઈને કોંગ્રેસ પર પ્રહારો શરૂ કર્યા છે. કોંગ્રેસ પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે આજે ઝારખંડમાં કોંગ્રેસના એક નેતાએ કહ્યું છે કે અમે હિંદુઓ અને મુસ્લિમો તેમજ ઘૂસણખોરોને સસ્તા ગેસ સિલિન્ડર આપીશું.

જનતાને પ્રશ્ન કરતાં તેમણે કહ્યું કે ઘૂસણખોરોની આરતી કરનારા આવા લોકોને ક્યાંય પણ તક મળવી જોઈએ? વોટ મેળવવા માટે તેઓ દેશ તેમજ તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય સાથે જે રમત રમી રહ્યા છે તેનું આ ઉદાહરણ છે.

તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર વિકસિત ભારતનું સૌથી મહત્વપૂર્ણ વિકાસ એન્જિન બનશે. પનવેલ-રાયગઢનો આ આખો વિસ્તાર દરિયાઈ સંપત્તિથી ભરેલો છે. અમારી સરકાર દરિયાકાંઠાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી રહી છે અને માછીમાર ભાઈ-બહેનો માટે કામ કરી રહી છે.

તેમણે કહ્યું કે મહારાષ્ટ્રનો વિકાસ ભાજપ અને મહાયુતિ સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. અમે મહારાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યના ઉદ્દેશ્ય સાથે કામ કરી રહ્યા છીએ. અગાઉની સરકારોએ જે કાર્યોને અશક્ય બનાવી દીધા હતા તે અમે જમીન પર હાંસલ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *