મુંબઇ હુમલાના આરોપી રાણાને ભારત લાવવાનો માર્ગ મોકળો

26/11ના મુંબઈ હુમલાનાં માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. અમેરિકાની એક કોર્ટે રાણાના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો છે. ભારત માટે આ એક…

26/11ના મુંબઈ હુમલાનાં માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. અમેરિકાની એક કોર્ટે રાણાના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો છે. ભારત માટે આ એક મોટી જીત છે. રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન છે. ભારતીય તપાસ એજન્સી (NIA) 2008માં લશ્કર-એ-તૈયબા દ્વારા કરવામાં આવેલા 26/11 હુમલામાં તેની ભૂમિકાની તપાસ કરી રહી છે. ભારતની પ્રત્યાર્પણની વિનંતી પર રાણાની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી. NIAના અધિકારીઓએ જણાવ્યું કે રાજદ્વારી માધ્યમો દ્વારા તેને ભારત લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

રાણાએ અમેરિકન કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. અમેરિકન કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે રાણાને ભારત પ્રત્યાર્પણ કરી શકાય છે. રાણા પર મુંબઈમાં આતંકવાદી હુમલામાં સામેલ હોવાનો આરોપ છે. રાણા સામે આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. NIAએ ચાર્જશીટ પણ દાખલ કરી હતી.
26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા. ગજૠ કમાન્ડો અને સુરક્ષા દળોની કાર્યવાહીમાં 9 આતંકી પણ માર્યા ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *