એક આશ્ચર્યજનક અને મોટો રાજકીય દાવ ખેલી સમાજવાદી પાર્ટી (SP) એ ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. બુધવારે પ્રોફેસર રામગોપાલ યાદવ અને ઉદ્યોગપતિ ધનરાજ પરિમલ નાથવાણીએ SP વતી રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભર્યા. આ પ્રસંગે SPના વડા અખિલેશ યાદવ અને પાર્ટીના અનેક ધારાસભ્યો (MLA) હાજર હતા. નોંધનીય છે કે ધનરાજના પિતા પરિમલ નથવાણી ઝારખંડમાંથી એનડીએના ટેકાથી રાજ્યસભામાં પહોંચ્યા હતા. જયારે પુત્ર ઇન્ડીયા ગઠબંધનના ટેકે હવે સપાના ઉમેદવાર તરીકે ઉપલા ગૃહમાં જઇ રહ્યા છે. ઉમેદવારી પત્રો ભર્યા બાદ નથવાણીએ અખિલેશ યાદવનો આભાર માન્યો હતો.
SP દ્વારા NDAના સાંસદ પરિમલ નાથવાણીના પુત્ર ધનરાજ નાથવાણીને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા બાદ વિપક્ષે સવાલો ઉઠાવવાનું શરૂૂ કર્યું છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના રાષ્ટ્રીય પ્રવક્તા શાદાબ ચૌહાણે SPના વડા અખિલેશ યાદવ પર સીધો અને આકરો પ્રહાર કર્યો છે. શાદાબ ચૌહાણે તેને “ભાજપ અને SP વચ્ચેની આંતરિક સાંઠગાંઠ” ગણાવી હતી. તેમણે મુસ્લિમ રાજકારણ પ્રત્યે SPના અભિગમની પણ આકરી ટીકા કરી હતી.
SPના રાજ્યસભાના ઉમેદવારના નામનો ઉલ્લેખ કરતા, અઈંખઈંખના રાષ્ટ્રીય પ્રવક્તા શાદાબ ચૌહાણે આક્ષેપ કર્યો હતો કે પાર્ટીનું નવું સૂત્ર બની ગયું છે: “મત મેળવવા માટે મુસ્લિમોને ભાજપનો ડર બતાવવો અને પછી ભાજપના નેતાઓના પરિવારોને રાજ્યસભાની બેઠકો આપવી.” તેમણે પૂછ્યું કે શું મુસ્લિમો માત્ર SPને મત આપવા માટે જ છે? બીજી બાજુ ઉધ્ધવ જુથના રાજયસભાના પુર્વ સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ધનરાજ નથવાણીને સંબોધી એક પોસ્ટમાં જણાવ્યું હતું કે રાજયસભામાં તમારૂં આગમન ઉત્તમ રહેશે. તમને હંમેશા શુભેચ્છાઓ.
ધનરાજ પરિમલ નથવાણીના પિતા, પરિમલ, ભારતીય જનતા પાર્ટી (BJP)નું પ્રતિનિધિત્વ કરતા રાજ્યસભાના સભ્ય છે. આ ઘટનાક્રમને મોદી સરકાર અને અંબાણી ગ્રુપના સંદર્ભમાં પણ જોવામાં આવી રહ્યો છે. ભાજપે આ વર્ષની શરૂૂઆતમાં પરિમલ નથવાણીને ઝારખંડમાંથી રાજ્યસભામાં મોકલ્યા હતા. આ અગાઉ, તેમણે 2008 થી 2020 દરમિયાન ઝારખંડ અને 2020 થી 2026 દરમિયાન આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી હતી.
હવે તેમના પુત્રનું રાજયસભામાં ઇન્ડીયા ગઠબંધનના ઘટક પક્ષ તરફથી રાજયસભામાં જવુ નિશ્ચિત છે. તેઓ એક જાણીતા ભારતીય કોર્પોરેટ નેતા અને રમતગમત સંચાલક છે. તેઓ હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ગ્રુપ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે અને અંબાણી પરિવારની ખૂબ નજીક માનવામાં આવે છે. તેમણે લંડનની રીજન્ટ બિઝનેસ સ્કૂલમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. પર્યાવરણ, વન્યજીવ સંરક્ષણ અને ફોટોગ્રાફીમાં તેમને વિશેષ રસ છે અને તેઓ ગુજરાતમાં વન્યજીવ સંરક્ષણ – ખાસ કરીને ગીરના સિંહો માટેના અભિયાનોમાં સક્રિયપણે સામેલ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) માં ગ્રુપ પ્રેસિડેન્ટ તરીકે, ધનરાજ કોર્પોરેટ અફેર્સ, ફાઇનાન્સ, ઇંછ અને ઈજછ જેવા મુખ્ય બિન-તકનીકી વિભાગોનું સંચાલન કરે છે. તેઓ ગુજરાતના જામનગર અને વડોદરામાં રિલાયન્સના ઉત્પાદન એકમો (મેન્યુફેક્ચરિંગ ડિવિઝન) ની કામગીરી સંભાળે છે. તેઓ રિલાયન્સ ગ્રુપની અન્ય ઘણી મહત્વપૂર્ણ કંપનીઓમાં, જેમાં રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડનો સમાવેશ થાય છે, ડિરેક્ટરનું પદ પણ ધરાવે છે.
ધનરાજ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) ના પ્રમુખ તરીકે સેવા આપે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અનુગામી તરીકે 2022માં તેઓ સર્વસંમતિથી આ પદ માટે ચૂંટાયા હતા. તેઓ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે રમતગમતની પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. તેઓ પ્રખ્યાત દ્વારકાધીશ મંદિર વહીવટી સમિતિ (દ્વારકા દેવસ્થાન સમિતિ) ના વાઇસ-ચેરમેન તરીકે સેવા આપે છે. તેમણે ભગવાન શ્રી કૃષ્ણની જીવનયાત્રા પર આધારિત પ્રખ્યાત મેગા-મ્યુઝિકલ શો ’રાજાધિરાજ: લવ. લાઇફ. લીલા’નું નિર્માણ પણ કર્યું છે.
