વિપક્ષના સંસદ પરિસરમાં દેખાવો : પેલેટગનના ઉપયોગ મામલે અમિત શાહની માફીની માગણી : કાલે એનડીએની બેઠકને મોદી સંબોધશે
સંસદના ચોમાસુ સત્રના બીજા સપ્તાહે આજે વિપક્ષોના હોબાળા વચ્ચે રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહએ પેપરલીક કાયદાને કડક બનાવતું ખરડો રજુ કર્યો હતો. જો કે તે પહેલા વિપક્ષોએ સંસદ બહાર દેખાવો કર્યા હતાં. અને વિદ્યાર્થીઓ પર પેલેટગનના ઉપયોગ સામે વિરોધ નોંધાવ્યો હતો. સંસદના બન્ને ગૃહોમાં હંગામો ચાલુ રહેતાં કાર્યવાહી વારંવાર મોકુફ રાખવામાં આવી હતી.
એ પહેલા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષના સાંસદોને અપીલ કરતાં ખરડા મુદ્દે ચર્ચાનો સમય નક્કી કરવા સહમતી બનાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ખરડા પર તેઓ છ કલાકની ચર્ચા કરવા પણ તૈયાર છે. સંસદીય બાબતોના પ્રધાન કિરણ રિજ્જિુએ પણ વિપક્ષોને અપીલ કરતાં જણાવ્યું હતું કે આ ખરડા પર ચર્ચા રોકવાથી ખોટો સંદેશ જશે. કોંગ્રેસે સંસદ ચાલવા દેવાના પક્ષમાં હોવાનું જણાવી કહ્યું હતું કે તેને પહેલા વિદ્યાર્થીઓ પર બળ પ્રયોગ, પેલેટગનના ઉપયોગ વિશે સરકારનું નિવેદન જોઈએ છે. દરમિયાન અહેવો મુજબ આવતીકાલે સવારે 9.30 કલાકે વડાપ્રધાન એનડીએ સંસદીય પક્ષની બેઠકને સંબોધશે.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના નેતૃત્વમાં કોંગ્રેસના સાંસદોએ સોમવારે સંસદ ભવન સંકુલમાં NEET પેપર લીક મુદ્દે આંદોલન દરમિયાન વિદ્યાર્થી વિરોધીઓ પર કથિત ’પોલીસ બર્બરતા’ અંગે વિરોધ કર્યો અને ગૃહમંત્રી અમિત શાહ માફી માંગે તેમણે આગ્રહ રાખ્યો હતો. પ્લેકાર્ડ અને મોટા બેનર સાથે, કોંગ્રેસના સાંસદોએ સંસદના મકર દ્વારના પગથિયાં સામે વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર કથિત ’પોલીસ બર્બરતા’ અંગે ગૃહમંત્રી પાસેથી જવાબ માંગતા સૂત્રોચ્ચાર કર્યા.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શાહને પત્ર લખીને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર “બર્બર હુમલો” ગણાવ્યો છે અને મંત્રીને પૂછ્યું છે કે શું તેમણે પેલેટ ગન સહિત “ઘાતક બળ”ના ઉપયોગને મંજૂરી આપી છે.
ધર્મેન્દ્ર પ્રધાન ઝિંદાબાદ : પૂર્વ મંત્રીનું હીરો જેવું સ્વાગત
આજે સંસદમાં NDA નેતાઓ દ્વારા ધર્મેન્દ્ર પ્રધાનનું હીરો જેવું સ્વાગત કરવામાં આવ્યું, જે NEET પેપર લીક પર દેશવ્યાપી વિરોધ વચ્ચે બે દિવસ પહેલા રાજીનામું આપનારા ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી પ્રત્યે એકતાનો મજબૂત સંકેત છે. પ્રધાનના આગમન પહેલાં ભાજપના સાંસદો મકર દ્વાર પ્રવેશદ્વાર પર એકઠા થયા અને તેમનું સ્વાગત કરવા રાહ જોતા રહ્યા. જેમ જેમ તેઓ સંસદ સંકુલમાં પ્રવેશ્યા, પક્ષના સાથીદારો તેમને અંદર લઈ ગયા, તેમનું સ્વાગત કર્યું અને એકતા દર્શાવવા માટે તેમને ઔપચારિક ટોપી આપી.
