નોરતામાં પાણીકાપોત્સવ, કાલે વોર્ડ નં.5ની 54 સોસાયટી રહેશે તરસી

રાજકોટ શહેરમાં આ વર્ષે એક બાજુ મેઘરાજાના રુસણા રહ્યા છે અને પૂરતો વરસાદ ન થવાના કારણે જળાશયોમાં અપેક્ષિત પાણીની આવક થઈ શકી નથી. ત્યાં બીજી…

રાજકોટ શહેરમાં આ વર્ષે એક બાજુ મેઘરાજાના રુસણા રહ્યા છે અને પૂરતો વરસાદ ન થવાના કારણે જળાશયોમાં અપેક્ષિત પાણીની આવક થઈ શકી નથી. ત્યાં બીજી બાજુ ચોમાસું પૂરું થતાંની સાથે જ મહાનગરપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થા અત્યારથી જ વેરવિખેર થવા લાગી છે. કોઇને કોઇ બહાના હેઠળ પાણીકાપ ઝિંકવાના સીલસીલા વચ્ચે આજે સામાકાંઠે વોર્ડ નં.4 અને આવતીકાલે વોર્ડ નં.5માં પાણીકાપનો કોરડો વિંઝવામા આવ્યો છે.

જ્યારે ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી ત્યારે મેયર સહિતના શાસકોએ નગરજનો સમક્ષ મોટા દાવાઓ કર્યા હતા. શાસકોએ એવા ખાતરીપૂર્વકના વચનો આપ્યા હતા કે ’સૌની યોજના’ હેઠળ આજી અને ન્યારી ડેમને નર્મદાના નીરથી સતત ભરેલા રાખવામાં આવશે. શહેરીજનોને પૂરતા પ્રમાણમાં અને નિયમિત પાણી મળશે, તેથી કોઈએ જરાય ચિંતા કરવાની જરૂૂર નથી. જોકે, તંત્ર અને શાસકોના આ વચનો અને દાવાઓ અત્યારથી જ તદ્દન ફારસ સાબિત થઈ ગયા છે.

તંત્ર દ્વારા કોઈને કોઈ બહાના હેઠળ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાણીકાપ ઝીંકવાનો સિલસિલો શરૂૂ કરી દેવામાં આવ્યો છે. ક્યારેક મેન્ટેનન્સના નામે તો ક્યારેક લાઈન રિપેરિંગના નામે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ રહી છે. આ જ સિલસિલાના ભાગરૂૂપે આજે શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 4માં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું. આવતીકાલે વોર્ડ નંબર 5માં પાણીકાપનો કોરડો વિંઝવામાં આવ્યો છે.

સંખ્યાબંધ ગૃહિણીઓએ દીવાળીનું સાફ સફાઇનું કામ અત્યારથી જ શરૂૂ કરી દીધુ છે. એવા સમયે જ પાણીકાપનો સીલસીલો ચાલુ રહેતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. આજે વોર્ડ નં.4ની 106 સોસાયટીઓમાં મીરાપાર્ક-1, ચિત્રકૂટ પાર્ક, વૃંદાવન વિલા 1-2-3, શાંતિ સદન કોમ્પ્લેક્સ, જય શક્તિ પાર્ક, વૃંદાવન પાર્ક 1-2-3, નરશી મહેતા આવાસ ગણેશ કોમ્પ્લેક્સ, ઉધમસિંહ આવાસ, મધુવન પાર્ક, પંચવટી પાર્ક, ગોકુલધામ રેસીડેન્સી, તુલસીપાર્ક, શિવધારા સોસાયટી, ગુરૂૂદેવ પાર્ક, લક્ષ્મણપાર્ક, અંબિકા પાર્ક, શિવ પરા, ગુરુદેવ પાર્ક, એલ.જી.પાર્ક, ચિત્રકૂટ પાર્ક, સોમનાથ રિયલ હોમ, નિત્યમ વિલા, ભોલેનાથ રેસીડેન્સી, શિવ શક્તિ પાર્ક, શ્રીનાથજી પાર્ક, રાજનગર, શિવ રંજની, અંબિકા પાર્ક, રામપાર્ક, કસ્તુરી, કિંજલ પાર્ક, ચામુંડા સોસાયટી, ભગવતી પાર્ક, આર.જે.ટી, તિર્થ, રોહીદાસપરા, શાનદાર રેસીડેન્સી-1-2, હરિદર્શન, શ્રી બંગલો, લોકમાન્ય તિલક આવાસ, આર્ય કૃતિ, ખોડિયાર પાર્ક, સુખદેવ પાર્ક, જલારામ પાર્ક, અક્ષર પાર્ક, આર.કે.ડ્રીમલેન્ડ 1-2, વાલ્મીકી પાર્ક, શિવમ પાર્ક, હરસિધ્ધિ પાર્ક, તિરુપતિ પાર્ક, બાલાજી પાર્ક, ગણેશ પાર્ક સહિતની સોસાયટીઓ તરસી રહી હતી.