પાટણમાં ભાજપ-કોંગ્રેસના મહિલા નેતાઓ વચ્ચે ઘર્ષણ

પાટણ ખાતે ગઇકાલે સાંજે કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપ મહિલા મોરચાના દેખાવો દરમિયાન ભાજપ-કોંગ્રેસના મહિલા કાર્યકરો વચ્ચે થયેલુ ઘર્ષણ ચરમસીમાએ પહોંચ્યું છે અને આ વિવાદમાં પોલીસે…

પાટણ ખાતે ગઇકાલે સાંજે કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપ મહિલા મોરચાના દેખાવો દરમિયાન ભાજપ-કોંગ્રેસના મહિલા કાર્યકરો વચ્ચે થયેલુ ઘર્ષણ ચરમસીમાએ પહોંચ્યું છે અને આ વિવાદમાં પોલીસે આજે કોંગ્રેસના મહીલા નેતાઓ જયાબેન ઠાકોર તથા ભૂમિ પટેલની હોસ્પિટલમાંથી ધરપકડ કરતા ભારે ચર્ચા જાગી છે. પાટણમાં ભાજપ મહિલા મોરચા પ્રમુખ પર શાહી ફેંકવાના કેસમાં બી ડિવિઝન પોલીસે મહિલા કોંગ્રેસ પ્રમુખ જયા ઠાકોર અને પૂર્વ પ્રમુખ ભૂમિ પટેલની સારવાર દરમિયાન ધરપકડ કરી.

પાટણમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે થયેલું રાજકીય ઘર્ષણ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પર શાહી ફેંકવાના ચકચારી પ્રકરણમાં પાટણ બી ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સારવાર હેઠળ રહેલી પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયા ઠાકોર અને પૂર્વ મહિલા પ્રમુખ ભૂમિ પટેલની હોસ્પિટલમાંથી જ ધરપકડ કરી લીધી છે. ચાલુ સારવાર દરમિયાન કોંગ્રેસના બે કદાવર મહિલા આગેવાનોની અટકાયત કરાતાં પાટણનું રાજકારણ ધૂંધવાયું છે.

ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પર શાહી ફેંકવા મામલે નોંધાયેલી પોલીસ ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે સકંજો કસ્યો હતો,ઘર્ષણ દરમિયાન ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ થયેલી પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયા ઠાકોર અને પૂર્વ પ્રમુખ ભૂમિ પટેલની અટકાયત માટે પોલીસ ટીમ સીધી હોસ્પિટલ પહોંચી હતી.બંને મહિલા નેતાઓની તબીબી સારવાર ચાલુ હોવા છતાં પોલીસે તેમની સત્તાવાર ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.

સારવાર દરમિયાન જ કરાયેલી આ ધરપકડથી કોંગ્રેસ સંગઠનમાં ભારે આક્રોશ ફેલાયો છે. પોલીસ દ્વારા મહિલા નેતાઓની ધરપકડ કરવામાં આવતાં જ મામલો ગરમાયો હતો.સમાચાર મળતાં જ મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશને એકઠા થઈ ગયા હતા.કોંગ્રેસ પક્ષે પોલીસ તંત્ર સામે પક્ષપાતી વલણ દાખવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.કોંગ્રેસના આગેવાનોએ સ્પષ્ટ માંગ કરી છે કે આ ઘર્ષણમાં કોંગ્રેસની મહિલા કાર્યકરો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેથી ભાજપ મહિલા મોરચાની મહિલાઓ સામે પણ કાયદેસરનો ગુનો દાખલ કરી કડક પગલાં ભરવામાં આવે.

પોલીસ અને ધારાસભ્ય કિરિટ પટેલ વચ્ચે ઝપાઝપી, પીઆઇની ચેમ્બરમાં ધરણા
પાટણમાં ગઇકાલે સાંજે કોંગ્રેસના ડિટેઇન કરાયેલા કાર્યકરોને મળવા માટે ધારાસભ્ય કિરીટ પટેલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે, અંદર જવા બાબતે પોલીસ અધિકારીઓ સાથે તેમનો વિવાદ થયો હતો. પોલીસ સ્ટેશનમાં ઙજઈં અને ધારાસભ્ય વચ્ચે ઝપાઝપી સર્જાઈ હોવાની વિગતો સામે આવી હતી. ત્યારબાદ કિરીટ પટેલ પીઆઇની કેબિનમાં જ ધરણાં પર બેસી ગયા હતા. ઘટના બાદ ધારાસભ્ય કિરીટ પટેલે સમગ્ર વિવાદ અંગે નિવેદન આપ્યું હતું. પોલીસ સાથે થયેલા ઘર્ષણનું સમાધાન થઈ ગયું છે. કિરીટ પટેલના જણાવ્યા પ્રમાણે, પીઆઇ નવા હોવાથી તેમને ઓળખતા નહોતા અને અંદર જવાની ના પાડી હતી. બાદમાં ઙઈંએ પોતાની ભૂલ સ્વીકારી લેતાં મામલો ત્યાં જ પૂર્ણ થયો હોવાનું ધારાસભ્યએ સ્પષ્ટ કર્યું હતું.