Site icon Gujarat Mirror

નશો નાશનું મૂળ છે, મજબૂર નહીં મજબૂત બનો

 

યુનિવર્સિટી પોલીસે યુવાધન માટે શરૂ કર્યુ જાગૃતિ અભિયાન, ઠેર-ઠેર બેનર્સ લગાવાયા

આજકાલ આપણાં યુવાધનની કેટલીક હરકતોથી જે ચિત્ર ઊપસી રહ્યું છે, એ કદાચ મજબૂત ભારતનાં ભવિષ્ય માટે શુભસંકેત નથી આપી રહ્યું! યુવાનો અને હવે તો કિશોરોને પણ કોલેજ અને શાળા કક્ષાએથી જ કેટલીક કુટેવો અને વ્યસનો બાનમાં લઈ રહ્યાનું જોવા કે સાંભળવા મળી રહ્યું છે. તમાકુ અને સિગારેટ સાથે દારૂૂ-બિયરનો નવી પેઢીમાં દુષ્પ્રભાવ બેફામ રીતે વધતો ચાલ્યો છે. આપણી સમાજવ્યવસ્થા અને આપણી સિસ્ટમ આ બધું મૂકપ્રેક્ષક બનીને જોઈ રહી છે. આટલું ઓછું હોય તેમ હવે, અલગ અલગ પ્રકારના ડ્રગ્સએ આપણા યુવાધનને એના અજગરી ભરડામાં બરાબરનું લઈ લીધું છે.

જેના નિવારણ માટે વિવિધ સંસ્થાઓ અને સરકારી તંત્ર દ્વારા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશને આ દિશામાં એક નવતર અને પ્રશંસનીય પહેલ કરી છે. યુનિવર્સિટી પોલીસ દ્વારા એક યુદ્ધ નશા વિરુદ્ધ અભિયાન છેડવામાં આવ્યું છે.જેના ભાગરૂૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં જાગૃતિના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને નશાની આદત છોડાવવા અને વ્યસનના દુષ્પરિણામો વિશે જાગૃત કરવાનો છે. પોસ્ટરો પર નશો એ નાશનું દ્વાર નશીલા પ્રદાર્થ સામે મજબૂર નહીં, મજબૂત બનો જેવા પ્રેરણાદાયક અને ચેતવણીરૂૂપ સૂત્રો લખવામાં આવ્યા છે, જે સીધા યુવાનોના મન પર અસર કરે છે.આ અભિયાન યુવાનોને નશાના ભરડામાંથી બહાર લાવવા અને તેમને સ્વસ્થ તેમજ સકારાત્મક જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવા માટે યુનિવર્સિટી પોલીસની કટિબદ્ધતા દર્શાવે છે. આવા જાગૃતિ અભિયાનો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદરૂૂપ થાય છે અને યુવા પેઢીને સુરક્ષિત ભવિષ્ય તરફ દોરી જાય છે.

Exit mobile version