રાજકોટમાં શહેર-જિલ્લાની અલગ અલગ DEO કચેરીઓ કાર્યરત

રાજકોટ ખાતે અત્યાર સુધી શહેર અને જિલ્લા વચ્ચે માત્ર એક જ જિલ્લા શિક્ષણાધિકારીની સંયુક્ત કચેરી કાર્યરત હતી, પરંતુ વધતા વ્યાપ અને શાળાઓની મોટી સંખ્યાને ધ્યાને…

રાજકોટ ખાતે અત્યાર સુધી શહેર અને જિલ્લા વચ્ચે માત્ર એક જ જિલ્લા શિક્ષણાધિકારીની સંયુક્ત કચેરી કાર્યરત હતી, પરંતુ વધતા વ્યાપ અને શાળાઓની મોટી સંખ્યાને ધ્યાને રાખીને હવે રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લાની કચેરીઓ સ્વતંત્ર રીતે અલગ-અલગ ધમધમતી થઈ ગઈ છે. આ વિભાજનથી શિક્ષણ તંત્રની કામગીરી વધુ ઝડપી, પારદર્શક અને સુચારુ બનશે.

રાજ્ય સરકાર તરફથી મંજૂર કરાયેલા નવા મહેકમ મુજબ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સંપૂર્ણ રીતે અલગથી કાર્યરત કરી દેવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કચેરીમાં હાલ 5 જેટલા આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની નિમણૂક પૂર્ણ થઈ ચૂકી છે.

રોજિંદી ફાઇલિંગ અને સરકારી પ્રક્રિયાઓ માટે 6 ક્લાર્કની નિમણૂક કરી દેવામાં આવી છે. વહીવટી મોનિટરિંગ અને શાળાઓની તપાસણી માટે ટૂંક સમયમાં જ વધુ 5 જેટલા એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારનો વ્યાપ વિશાળ હોવાના કારણે અગાઉ એક જ કચેરી ઉપર સમગ્ર જિલ્લાની ગ્રાન્ટેડ, નોન-ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું અતિશય ભારણ રહેતું હતું. હવે શહેર અને જિલ્લા અલગ અલગ કચેરી ધમધમ છે.